Site icon Revoi.in

સુરતમાં જાહેર રોડ-રસ્તાઓ પર થુકનારા 5200 લોકો પકડાયા, 9 લાખનો દંડ વસુલાયો

Social Share

સુરતઃ શહેરમાં પાન-મસાલા ખાઈને જાહેર રોડ પર થુંકનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ આદરી છે. જેમાં સીસીટીવીના માધ્યમથી જાહેરમાં રોડ-રસ્તા પર થુંકનારા સામે દંડ વસુલવામાં આવી રહ્યો છે. કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજોને ઝડપવામાં આવી રહ્યા છે. સીસી ટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જેમને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુરત શહેરને સ્વચ્છ રાખવું એ તમામ નાગરિકોની ફરજ છે. દિવાળીના તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઝોન વિસ્તારોમાં કરવામાં આવી હતી, પરંતુ માવા-ગુટખા ખાઈને થૂંકનારા લોકો આ બ્યૂટિફિકેકશનને બગાડી રહ્યા છે. જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજોને ઝડપવામાં આવ્યા હતા. સીસી ટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જાહેર થુંકનારાને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને દાવો કર્યો છે. કે,  રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, તેમ છતાં આવા થૂંકબાજો સુધરવાનું નામ લેતાં નથી,  જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે.

મ્યુનિના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવા કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં વિશેષ ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની આ ટીમ સરકારી મિલકતોને ગંદી કરનારા લોકોને સીસીટીવી થકી ઝડપી રહી છે. આવા લોકોને તેમના વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છ સુંદર સુરત’ જે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે શહેરની છબી બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં એન્ફોર્મેન્ટ વધારાશે તેમજ દંડ પણ બેવડો કરી દેવાશે.