Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લામાં ઉનાળું પાકના વાવેતરમાં 5294 હેકટરનો વધારો, દહેગામમાં સૌથી વધુ વાવેતર

Social Share

ગાંધીનગરઃ જિલ્લામાં ઉનાળું વાવેતરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 5194 હેક્ટરનો વધારો થયો છે. જેમાં બાજરી, શાકભાજી, ઘાસચારો, તલ અને મગ સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ વાવેતર દહેગામ તાલુકામાંથી 10117 હેક્ટરમાં અને ઓછું કલોલ તાલુકામાં 3694 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં સિચાઈ માટે નર્મદા કેનાલનો પુરતો લાભ મળ્યો નથી. મોટાભાગના વિસ્તારોમાં ખેડુતોના બોર-કૂવા આધારિત સિંચાઈ માટે નિર્ભર રહેવું પડે છે. ચાલુ વર્ષે શિયાળાની જમાવટ ન રહેતા ખેડુતોને રવિ પાકની ધાર્યા મુજબ ઉપજ મળી ન હતી. પરંતુ રવી સિઝનની સરખામણીએ ઉનાળું પાકના વાવેતરમાં વધારો થવા પામ્યો છે. જોકે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ઉનાળુ વાવેતરમાં 5194 હેક્ટરનો વધારો થવા પામ્યો છે.  ખેડુતોને ઉનાળું પાકના વાવેતરમાં બોરકૂવાના પાણી ઉપર જ આધાર રાખવો પડશે. આથી ઉના‌ળું પાકને બચાવવા માટે ખેડુતો દ્વારા ભૂગર્ભ જળનો ઉપયોગ કરવાથી ભૂગર્ભ જળના તળ વધુ ઊંડા જવાની પણ શક્યતા છે. ત્યારે ચાલુ વર્ષે ઉનાળ‌ુ પાકનું 29553 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં ઉનાળ‌ુ પાકનું વાવેતર 24359 હેક્ટરમાં કરવામાં આવતું હતું. ઉનાળા પાકના વાવેતરમાં ઘાસચારાનું 15068 હેક્ટર, શાકભાજી 6161 હેક્ટર, તલ 71 હેક્ટર, મગફળી 6 હેક્ટર, મગ 49 હેક્ટર, ડાંગર 42 હેક્ટર અને બાજરી 8156 હેક્ટરમાં વાવેતર કરાયું છે.

કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં થયેલા ઉનાળા પાકના વાવેતરમાં દહેગામ તાલુકામાં 10117 હેક્ટર, ગાંધીનગરમાં 8414 હેક્ટર, કલોલમાં 3694 હેક્ટર અને માણસામાં 7328 હેક્ટરમાં ખેડુતોએ વાવેતર કર્યું છે. આ ઉપરાંત અન્ય પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઉનાળું પાકના વાવેતરમાં 5194નું વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. દહેગામ તાલુકામાંથી 10117 હેક્ટરમાં અને ઓછું કલોલ તાલુકામાં 3694 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.