Site icon Revoi.in

55 વર્ષીય અભિનેતા મિલિન્દ સોમનનું સાહસ ‘રન ફોર યુનિટી’ – મુંબઈથી 450 કિમીની પદયાત્રા આજે સ્ટેચ્યું ઓફ યુનિટી પહોંચશે

Social Share

અમદાવાદઃ- બોલિવૂડના 55 વર્ષિય અભિનેતા મિલિન્દ સોમન તેમની ફિટનેસને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે, ત્યારે તેઓ હવે ફરી વખત ચર્ચાનો વિષ્ય બન્યા છે, જો કે E વખતે મૂળ વાત તો તેમની ફિટનેસ પર જ આવીને અટકે છે પરંતુ તેના સાથએ એક ખાસ એકતા સંદેશ સંકળાયેલો છે,વાત જાણે એમ છે કે અભિનેતાએ એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટીનું આયોજન કર્યું  છે અને તેઓ આજે ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે આવી પહોંચશે.

આપણા અખંડ ભારતના શિલ્પ ઘડનારા સરદાર વલ્લભભાઇ પટેલને સાર્થક અંજલિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વમાં સૌથી મોટી પ્રતિમાં એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે. ભૂતકાળમાં તેના હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન મિલિંદ સોમને એકતા અને સંવાદિતા ને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવા કર્યુ છે.

અભિનેતા સોમનની આ યાત્રાનો આરંભ ૧૭ મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે પ.૦૦ કલાકે શરૂ થયો હતો, ત્યારે આજે 22 ઓગસ્ટના રોજ આ રન ઓફ યૂનિટી યાત્રા કેવડિયા ખાતે આવી પહોંચશે, ઉલ્લેખનીય છે કે 55 વર્ષની ઉંમરે આટલું સાહસ કરવું સો કોઈ માટે સરળ સહજ વાત નથી જેને લઈને ફરી એક વખત અભિનેતા પોતાની ફઇટનેસ બાબતે ચર્ચાનો વિષ્ય બન્યા છે.

સરદાર પટેલની પ્રતિમાને ની વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે તેને એક્તાનો સંદેશ આપવાના હેતપથી અભિનેતા એ મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ‘રન ફોર યુનિટી’નું આયોજન કર્યું