નવી દિલ્હી: ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એટલે કે ઓઆઈસી હેઠળના 57 મુસ્લિમ દેશોએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર વાંધો વ્યક્ત કર્યો છે. તેની સાથે જ કહ્યું છે કે આ સ્થાન પર પહેલા પાંચ દશકાઓથી બાબરી મસ્જિદ ઉભી હતી. આના પહેલા પાકિસ્તાને પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે આ ભારતની લોકશાહી પર ધબ્બાની જેમ બનશે. સોમવારે હજારો અતિથિઓની હાજરીમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારંભ સંપન્ન થયો છે.
ઓઆઈસી તરફથી મંગળવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન ઓઆઈસી મહાસચિવાલય ભારતના અયોધ્યામાં જે સ્થાન પર પહેલા બાબરી મસ્જિદ વિધ્વંસ કરવામાં આવી હતી, ત્યાં હાલમાં રામમંદિર નિર્માણ અને ઉદ્ઘાટન પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે.
તેની સાથે આમા કહેવામાં આવ્યું છે કે ગત સત્રોમાં વિદેશ મંત્રીઓએ પરિષદ તરફથી જાહેર વલણ પ્રમાણે, મહાસચિવાલય એ કામકાજોની નિંદા કરે છે, જેનો ઉદેશ્ય બાબરી મસ્જિદના પ્રતિનિધિત્વવાળા ઈસ્લામિક સ્મારકોને નષ્ટ કરે છે.
પાકિસ્તાન સરકારે પણ મંદિર નિર્માણને ગંભીર ખતરો ગણાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હિંદુત્વની વધતી વિચારધારા ધાર્મિક સદભાવ અને પ્રાદેશિક શાંતિ માટે ગંભીર ખતરો છે.
ભારતના બે મોટા રાજ્યો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ બાબરી વિધ્વંસ અથવા રામમંદિર ઉદ્ઘાટનને ટાંકીને કહ્યુ છે કે આ પાકિસ્તાનના કેટલાક હિસ્સાઓને ફરીથી પ્રાપ્ત કરવાનું પહેલું પગલું છે.
જો કે ભારતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિર નિર્માણ થયું છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થયો. તેની સાથે અમેરિકા, જાપાન, મેક્સિકો, બ્રિટન સહીતના ઘણાં દેશોમાં રામનું નામ ગુંજી રહ્યું હતું.