Site icon Revoi.in

કચ્છમાં વરસાદને લીધે નાની સિંચાઈ યોજનાના 170 ડેમમાંથી 57 ડેમ થયાં ઓવરફ્લો

Social Share

ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. સારા વરસાદને કારણે જળાંશયોમાં નવા નીર આવ્યા છે. જેમાં જિલ્લામાં નાની સિંચાઈ યોજનાના કુલ 170 ડેમમાંથી  57  ડેમ છલોછલ ભરાય ગયા છે. જેમાં અબડાસામાં 21, માંડવીમાં 14, નખત્રાણામાં0 10, ભુજમાં 8, લખપતમાં 4, મુન્દ્રામાં 2 મળી કુલ 57 ડેમો પૂર્ણ ભરાઈ ગયા છે. જોકે, 48 ડેમમાં નવા નીરના વધામણા હજુ થયા નથી, જ્યારે 63 ડેમમાં સીક લેવલ કરતા ઉપર પાણી પહોંચી ગયું છે.

કચ્છ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભુજ તાલુકામાં 35માંથી 8,  ભચાઉના 18, રાપરના 16 , માંડવી તાલુકાના 21માંથી 14, મુન્દ્રા તાલુકાના 11માંથી 2, નખત્રાણા તાલુકાના 16માંથી 10, લખપત તાલુકાના 17માંથી 4, અબડાસા તાલુકાના 24માંથી 21 પૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે અંજાર તાલુકાના 12માંથી એકેય ડેમ હજુ ભરાયા નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના ધાણેટી, નથ્થરકુઈ, બંદરા, સામત્રા, માધાપર (અપર) ધૂનારાજા, જામારા, પદ્ધર, ચુનડી, માંડવી તાલુકાના ખારોડ, રાજડા, વણોઠી, વેંગડી, દેઢિયા, ફરાદી, ગોદડીયા, દરશડી, માપર, ઘોડાલખ, વાંઢ, કોટડી, મમાયમોરા, ધોકડા, મુન્દ્રા તાલુકાના ફાચરીયા, ગેલડા, નખત્રાણા તાલુકાના તરા, ગડાપુઠા, દેવસર, નાના અંગિયા, જાડાય, થરાવડા, ઝાલુ, કોટડા રોહા, ઉમરાપર, ધાવડા, લખપત તાલુકાના બરંદા, મણિયારા, ભાદરા, અબડાસા તાલુકાના ઉસ્તીયા, કડોલી, કુવા પધ્ધર, બાલાચોર, સરગુઅાલા, રાખડી, બાલાપર, બુડધ્રો, બુરખાણ, ભારાપર, બલવંતસાગર (સુથરી), બુટા, કાલરવાંઢ, મંજલ, રેલડીયા, વમોટી, સણોસરા, ખારૂઆ, કાપડીસર, વાયોર, ચકુડા, બાંડિયા, નાનીબેર મળીને કુલ 57 ડેમ ઓવર ફ્લો થઈ ગયા છે. આમ જિલ્લાના દસેદસ તાલુકાના કુલ 170 નાની સિંચાઈના ડેમોની 9404.24 MCFT એટલે કે મિલિયન ક્યૂબ ફીટ જીવંત સંગ્રહ શક્તિ છે, જેમાંથી હાલ 5297.73 MCFT પાણીનો જથ્થો છે.