હાવડા સુપરફાસ્ટમાં સિનિયર સિટિઝનને નામે બોગસ ટિકિટ પર મુસાફરી કરતાં 57 મુસાફરો ઝડપાયા
અમદાવાદઃ રેલવે દ્વારા દલાલો પાસેથી બોગસ ટિકિટ લઈને મુસાફરી કરતા સામે ઝુંબેશ હાશ ઘરવામાં આવી છે. અમદાવાદથી હાવડા જતી સુપરફાસ્ટ ટ્રેનમાં પશ્ચિમ રેલવે વિજિલન્સ વિભાગે તપાસ હાથ ધરતા 57 જેટલા પેસેન્જરો ખોટી રીતે સિનિયર સિટિઝન ક્વોટામાં બુક થયેલી ટિકિટો સાથે તેમજ બોગસ ઈ-ટિકિટ સાથે પ્રવાસ કરતા મળી આવ્યા હતા.
પશ્ચિમ રેલવેના ચીફ વિજિલન્સ વિભાગની ટીમને માહિતી મળી હતી, જેને આધારે તપાસ કરતા રિઝર્વેશન કેન્દ્ર પરથી ખોટી માહિતી સાથે બુક થયેલી સિનિયર સિટિઝન ક્વોટાની ટિકિટ પર મુસાફરી કરતા 24 લોકો મળી આવ્યા હતા. તેમની પાસેથી વિજિલન્સ ટીમે 23650 રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા હતા. એ જ રીતે રિઝર્વેશન કેન્દ્ર પરથી તત્કાલ ક્વોટમાં બુક કર્યા બાદ એજન્ટોએ તેને ખોટી રીતે ઈ-ટિકિટના ફોર્મેટમાં માહિતી ભરી પેસેન્જરોને આપી હતી, જેની પર મુસાફરી કરતા 33 જેટલા પેસેન્જરો મળી આવ્યા હતા. આ તમામ પેસેન્જરો પાસેથી 30050 રૂપિયા દંડ પેટે વસૂલ કરાયા હતા. બોગસ પેસેન્જરો ટિકિટ વગર મુસાફરી કરતા હોવાનું માની તેમની પાસેથી દંડ પેટે 53,700 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં પણ આવા 62 પેસેન્જર પકડાયા હતા