દેશમાં લંપી વાયરસનો કહેર, અત્યાર સુધી 58 હજાર ગાયોના મોત, 16 રાજ્યોમાં ફેલાયો છે આ વાયરસ
- દેશમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો
- 16 રાજ્યો આ વાયરસન ીઝપેટમાં
- 50 હજારથી વધુ ગાયોએ આ વાયરસમાં જીવ ગુમાવ્યા
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અત્યાર સુધી હજારો ગાયોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે,અત્યાર સુધી 12 જ રાજ્યોમાં આ વાયરસની પૃષ્ટી થઈ હતી જો કે હવે આ વાયરસ દેશના 16 રાજ્યોમાં પગપેસારો કરી ગયો છે.
ઉલ્લેખનીય છે કે લમ્પી વાયરસે દેશભરમાં 58 હજારથી વધુ ગાયોનો ભોગ લીધો છે. રાજધાની દિલ્હીમાં પણ આ વાયરસના ચેપના 173 કેસ નોંધાયા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ અન્ય રાજ્યોમાં પણ આ વારસ ફેલાયા હોવાની માહિતી આપી હતી જે પ્રમાણે 16 રાજ્યો લંપી વાયરસ સામે લડી રહ્યા છે.
રાજસ્થાનનમાં પમ લંપી વાયરસનો કહેર છે પશુ મંત્રીએ ત્યાની પણ મુલાકાત લીધી હતી અને આ બબાતે તમામ રાજ્યોને પુરતો સહયોગ આપવાની વાત કરી હતી,મંત્રીએ કહ્યું હતું કે આ રોગનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવા માટે દિલ્હીમાં એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા અધિકારીઓ રાજ્યના અધિકારીઓ સાથે પરામર્શ કરી રહ્યા છે. તમામ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાંથી સૌથી વધુ દૂધનો સંગ્રહ થાય છે. ત્યાં લમ્પી વાયરસ લગભગ મોટા પ્છેરમાણે ઓછા થયો છે. પશુ વિભાગના મંત્રીએ કહ્યું કે તેમણે અમૂલ સાથે વાત ચીત કરી છે, જ્યાંથી જવાબ મળ્યો કે તેમના દૂધના સંગ્રહ પર કોઈ સંકટ નથી.આ રીતે દેશમાં લંપી વાયરસ સામે લડત અપાઈ રહી છે