દિલ્હીઃ સ્માર્ટ ફોનની દુનિયાનામાં અવાર-નવાર નવા ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત વપરાશકારોની પસંદગી પણ બદલાતી રહી છે. 2જી, 3જી, 4જી બાદ હવે દેશમાં 5જીનો ક્રેઝ વધી રહ્યો છે. કેટલીક ટેલીકોમ કંપનીઓએ 5જીની ટ્રાયલ પણ શરૂ કરી છે. જેથી વપરાશકારોને ફાસ્ટ ઈન્ટરનેટનો લાભ મળી રહે. આ ઉપરાંત બજારોમાં 5જી સ્માર્ટ ફોનનો પ્રવેશ પણ થઈ રહ્યો છે.
5જી સ્માર્ટ ફોન માત્ર સેગમેંટમાં જ નહીં પરંતુ બજેટ રેન્જમાં પણ મળી રહેશે. વપરાશકારોમાં 5જીની માગ વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર આગામી સમયમાં ભારતમાં 5જી મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં વધારો થશે.
સ્વીડિશ ટેલિકોમ્પ્યુનિશન કંપનીના રિપોર્ટ અનુસાર ભારતમાં 2026 સુધીમાં 5જી મોબાઈલ ફોનના વપરાશકારોનો આંકડો 30 કરોડને પાર કરી જશે. ગ્લાબલ સ્તર ઉપર વર્ષ 2021માં 5જી વપરાશકારોની સંખ્યામાં 58 કરોડ રહેવાની શકયતા છે. 5જીનો ક્રેઝ સતત વધી રહ્યો છે. દરરોજ લગભગ 10 લાખ લોકો નવા 5જી સ્માર્ટ ફોનની ખરીદી કરી રહ્યાં છે. એટલું જ નહીં પ્રતિમાસ સરેરાશ 40 જીબી ડેટાનો વપરાશ થાય છે.
2019માં પ્રતિમાસ સરેરાશ 13 જીબી ડેટાનો વપરાશ થયો હતો. જેમાં વર્ષ 2020માં વધારો થયો હતો. વર્ષ 2020માં સરેરાશ 14.6 જીબી ડેટાનો વપરાશ થતો હતો. સમગ્ર દુનિયામાં ડેટાના વપરાશમાં ભારત બીજા નંબર ઉપર છે. આગામી દિવસોમાં ભારતમાં 5જી ડેટાના પ્લાનની કિંમત વધારે રહેવાની શકયતા છે. જેથી વપરાશકારોએ વધારે નાણા ખર્ચવા પડશે. ભારતમાં વર્ષ 2021માં 5જી વપરાશકારોની સંખ્યામાં 7 કરોડ થવાનો અંદાજ હતો.