Site icon Revoi.in

5G સ્પેક્ટ્રમની હરાજીને કેબિનેટે આપી મંજૂરી – 4G થી 10 ગણી હશે સ્પીડ, ટૂંક સમયમાં સેવાનો થશે આરંભ

Social Share

દિલ્હીઃ- દેશમાં 4જી બાદ 5જી ઈન્ટરેનટ સેવાને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ,થોડા સમય અગાઉ આ માલે સફળ પરિક્ષણ પ મથી ચૂક્યુ હચું ત્યારે હવે આ મહિનામાં આ સેવા શરુ થઈ શકે છે.કારણ કે આજરોજ બુધવારે  કેન્દ્રીય કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજી હાથ ધરવા ટેલિકોમ્યુનિકેશન વિભાગની દરખાસ્તને મંજૂરી આપી હતી જેના દ્વારા સફળ બિડર્સને જાહેર જનતા અને સાહસોને 5G સેવાઓ પ્રદાન કરવા માટે સ્પેક્ટ્રમ સોંપવામાં આવશે. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આની જાહેરાત કરી હતી. 5જી સ્પેક્ટ્રમની હરાજી માટેની અરજી 8 જુલાઈથી શરૂ થશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. સરકાર આ વર્ષે ઓક્ટોબરથી 5G સેવા શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “કેબિનેટે ટેલિકોમ સેવા પ્રદાતાઓ માટે વ્યવસાય કરવાની કિંમત ઘટાડવા IMT/5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવશે. 72 ગીગાહર્ટ્ઝથી વધુના સ્પેક્ટ્રમ, 4G કરતાં લગભગ 10 ગણી ઝડપી, 20 વર્ષના સમયગાળા માટે હરાજી કરવામાં આવશે.

આ સાથે જ પ્રથમ વખત, સફળ બિડર્સ દ્વારા એડવાન્સ પેમેન્ટ કરવાની કોઈ ફરજિયાત આવશ્યકતા નથી. સ્પેક્ટ્રમ માટેની ચુકવણી 20 સમાન વાર્ષિક હપ્તાઓમાં કરી શકાય છે જે દરેક વર્ષની શરૂઆતમાં અગાઉથી ચૂકવવામાં આવે છે. આનાથી રોકડ પ્રવાહની જરૂરિયાતો નોંધપાત્ર રીતે ઘટશે અને સેક્ટરમાં બિઝનેસ કરવાની કિંમત ઘટશે તેવી અપેક્ષા છે. બિડર્સને બાકીના હપ્તાઓના સંદર્ભમાં કોઈપણ ભવિષ્યની જવાબદારીઓ વિના 10 વર્ષ પછી સ્પેક્ટ્રમ સોંપવાનો વિકલ્પ આપવામાં આવશે.

સરકાર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજી માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે હેઠળ જનતા અને સાહસોને 5G સેવાઓ પ્રદાન કરવા માટે સફળ બિડર્સને સ્પેક્ટ્રમ એનાયત કરવામાં આવશે.