5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે: રિપોર્ટ
નવી દિલ્હીઃ ભારતમાં ઑક્ટોબર 2022માં લૉન્ચિંગ બાદ 5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. નોકિયાએ ભારતીય બજાર કેન્દ્રિત મોબાઇલ બ્રૉડબેન્ડ ઇન્ડેક્સ નામના જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, 5G 2023માં કુલ ડેટા ટ્રાફિકમાં 15% યોગદાન આપશે.
24GBનો સરેરાશ ડેટા વપરાશ
બુધવારે જારી કરાયેલા મોબાઈલ બેન્ડબેન્ડ ઈન્ડેક્સ નામના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ડેટાનો વપરાશ વાર્ષિક ધોરણે 20% વધીને 17.4 એક્સાબાઈટ થયો છે. નોકિયા ઈન્ડિયાના માર્કેટિંગ અને કોર્પોરેટ અફેર્સ હેડ અમિત મારવાહે જણાવ્યું હતું કે સરેરાશ એક ગ્રાહક દર મહિને 24 GB ડેટા વાપરે છે. આ દર્શાવે છે કે ભારતમાં ડેટાનો વધુ વપરાશ કરવામાં આવે છે.
5G ઇકોસિસ્ટમ ઝડપથી વિકસિત થઈ રહી છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 5G ડિવાઇસની ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે. કુલ સક્રિય 4G ડિવાઇસ લગભગ 17% હવે 5Gથી સજ્જ છે. તમામ ટેલિકોમ સર્કલમાં 5G ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે. મેટ્રો શહેરો 5G ટ્રાફિકની વૃદ્ધિના સંદર્ભમાં ઘણા આગળ છે અને કુલ મોબાઇલ ડેટા ટ્રાફિકમાં તેમનો હિસ્સો 20% સુધી પહોંચી ગયો છે.