Site icon Revoi.in

દિલ્હી-લખનઉ સહિત આ શહેરોમાં સૌથી પહેલા 5G ઉપલબ્ધ થશે, જુઓ લિસ્ટ

Social Share

દિલ્હી: ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઈ ગઈ છે.હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ટેલિકોમ કંપનીઓ તેના રોલઆઉટ વિશે જાણ કરશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબર સુધીમાં 5G સેવા શરૂ કરવામાં આવશે.Jio, Vodafone Idea અને Airtel સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લઈ રહ્યા છે.

આ રેસમાં અદાણી ગ્રુપ્સના અદાણી ડેટા નેટવર્ક્સ પણ સામેલ છે.ઓક્ટોબર સુધીમાં રોલઆઉટ થયા પછી પણ 5G સેવાઓ દેશભરમાં ઉપલબ્ધ થશે નહીં.તેના બદલે, શરૂઆતમાં કેટલાક મોટા શહેરોમાં તેની ઍક્સેસ હશે.

દૂરસંચાર વિભાગે આવા 13 શહેરોના નામ જાહેર કર્યા છે, જ્યાં સૌથી પહેલા 5G સેવા ઉપલબ્ધ થશે.તો,ચાલો જાણીએ કે આ યાદીમાં કયા શહેરો સામેલ છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અનુસાર, શરૂઆતમાં 13 શહેરોને 5G સેવા મળશે.આ શહેરોની યાદીમાં બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ, ગુરુગ્રામ, લખનઉ, પુણે, ચેન્નાઈ, કોલકાતા, ગાંધીનગર, જામનગર, મુંબઈ, અમદાવાદ અને ચંડીગઢનો સમાવેશ થાય છે.

જો કે, હાલમાં તે જાણી શકાયું નથી કે કયો ઓપરેટર 5G સેવા પ્રથમ શરૂ કરશે. જ્યાં સુધી 5G ની તૈયારીનો સવાલ છે, ત્રણેય Jio, Airtel અને Vi (Vodafone Idea) એ 5G સ્પીડ ટેસ્ટ કર્યા છે.

હાલમાં જ એરટેલે માહિતી આપી હતી કે,તેઓએ પ્રથમ પ્રાઈવેટ ટેસ્ટ 5G નેટવર્ક પણ તૈયાર કર્યું છે. તે Bosch Automotive Electronics India ની સુવિધા પર સ્થાપિત કરવામાં આવ્યું છે.