Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભૂકંપ – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 નોંધાઈ, અનેક મકાનોને થયું નુકશાન

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના જૂદા જૂદા ભાગોમાં ભૂકંપ આવ્યાની ઘટના ઓ જોવા મળી રહી છે, ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેર પણ તેમાંથી બાકાત રહ્યું નથી.

જાણવા મળતી વિગતો અનુસાર આજ રોજ આપણા દેશના સમય અનુસાર બુધવારે મોડિ રાતે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 જણાવવામાં આવી છે.આટલી તીવ્રતાના કારણે ભુંકપમાં ઘણા મકાનોને નુકશાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્ર મેલબોર્નથી 200 કિમી ઉત્તર -પૂર્વમાં વિક્ટોરિયા રાજ્યના મેન્સફિલ્ડ ગ્રામીણ શહેર નજીક હતું અને 10 કિમીની ઊંડાઈએ હતું. એક આફ્ટરશોક 4.0 રેટ  નોંધવામાં આવ્યો હતો.

આ સાથે ભૂકંપના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી જતી રહી છે લોકોને મકાનમાંથી સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર અહીંના લોકોએ ફોટો વીડિયો શેર કર્યા છે.

સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં પશ્ચિમમાં 800 કિમી અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ઉત્તરમાં 900 કિમી દૂર એડિલેડ શહેર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે ત્યાં મેલબર્નની બહાર નુકસાનના કોઈ અહેવાલ નથી મળ્યા.