- તાઈવાનમાં ભૂકંપના આંચકા
- 6.2ની નોંધાઈ તીવ્રતા
- રાજધાનીમાં પણ ભૂકંપના આંચકા
તાઈપે:તાઈવાનમાં સોમવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હતી. સેન્ટ્રલ વેધર બ્યુરોએ જણાવ્યું કે,દેશના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોએ રાજધાની તાઈપે સુધી આંચકા અનુભવ્યા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકશાનના અહેવાલ નથી. વેધર બ્યુરોએ જણાવ્યું કે,ભૂકંપનું કેન્દ્ર 19 કિલોમીટરની ઊંડાઈએ હતું. આંચકા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.