- મ્યાનમાર-ભારત સરહદ પાસે ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3
દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં અને દેશની કેટલીક સરહદોમાં ભૂકંપ આવવાની ઘટના અવાન નવાર બનતી રહે છે, ત્યારે હવે શુક્રવારની વહેલી સવારે 5:30 વાગ્યે બાંગ્લાદેશ પાસે ભારત-મ્યાનમાર સરહદ વિસ્તારથી 175 કિમી પૂર્વમાં ભૂકંપના ભયાનક આચંકા અનભવાયા હતા જેની તીવ્રતા 6.3ની રહી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન અર્થક્વેક સેન્ટર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે અંદાજે 5:15 વાગ્યે મિઝોરમના થેન્ઝાવલથી 73 કિમી દક્ષિણપૂર્વમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
જાણો શા માટે આવે છે આ ભૂકંપના આંચકા?
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ હોય છે જે સતત ફરતી રહતી હોય છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન હોય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓને વળી જવાને કારણે, ત્યાં દબાણનું પ્રમાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ રહીએ છે.