પાપુઆ ન્યુ ગિનીમાં 6.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ,અફઘાનિસ્તાનમાં પણ ધ્રૂજી ધરા
દિલ્હી:પાપુઆ ન્યુ ગિનીના ન્યૂ બ્રિટન વિસ્તારમાં રવિવારે ભૂકંપ આવ્યો હતો.જેની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે.યુએસજીએસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 65 કિમીની ઊંડાઈએ હતું. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી.
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રવિવારે 2.15 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 273 કિમી ઉત્તરપૂર્વમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.NCS એ ટ્વીટ કર્યું કે ભૂકંપનું કેન્દ્ર 180 કિમીની ઊંડાઈ પર હતું.
તાજેતરના દિવસોમાં ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.ભૂતકાળમાં તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર તાજિકિસ્તાનમાં હતું.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી.આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.