Site icon Revoi.in

અર્જેન્ટિનામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.6 ની તીવ્રતા નોંધાઈ

Closeup of a seismograph machine earthquake

Social Share

દિલ્હી:દક્ષિણ અમેરિકાના દેશ અર્જેન્ટિનામાં ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે દેશના જુજુએ પ્રાંતમાં સવારે લગભગ 4.36 કલાકે ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી જાન-માલને નુકસાનના કોઈ સમાચાર નથી.

યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે,ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 182 km ની ઊંડાઈએ હતું. આ પહેલા પણ અર્જેન્ટીનામાંથી ભૂકંપના અહેવાલો આવ્યા છે.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.