જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.6 ની તીવ્રતા નોંધાઈ
- જાપાનમાં ભૂકંપના આંચકા
- 6.6 ની તીવ્રતા નોંધાઈ
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
દિલ્હી:જાપાનના રયૂકુ ટાપુ પર શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 6.6 જણાવવામાં આવી હતી. જો કે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સુનામીની ચેતવણી છે કે નહીં.
ભૂકંપનું કેન્દ્ર જાપાનના મિયાકો ટાપુ પર હિરા શહેરથી 115 માઈલ દૂર પેસિફિક મહાસાગરમાં હતું અને તેની ઊંડાઈ છ માઈલ હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.