- આંઘ્રપ્રદેશની કેમિકલ ફેક્ટરીમાંઆગની ઘટના
- 12 લોકો ખઘાયલ, માં 6 લોકોના થયા મોત
અમરાવતી – દેશભરમાં દિવસને દિવસે અનેક ફએક્ટરીઓમાં આગના બનાવો વધતા જોવા મળી રહ્યા છએ ત્યારે વિતેલી રાતે બુધવારના રોજ આંધ્રપ્રદેશના એલુરુમાં અક્કીરેડ્ડીગુડેમ સ્થિતિ એક કેમિકલ ફેક્ટરીમાં ઘડાકાભેર આગ ફાટી નીકળતાં છ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.
આ ઘટનાને લઈને માહિતી મળી રહી છે,કે આ ઘટના નાઈટ્રિક એસિડ મોનોમિથાઈલ લીક થવાથી બનવા પામી હતી. દે લોકો ઘાયલ થયા છે તેમાં ઘણાની હાલત નાજુક છે. ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે વિજયવાડા રિફર કરવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સ્થાનિકો એ જણાવ્યું હતું કે પોરસ ઈન્ડસ્ટ્રીના યુનિટ 4માં રાત્રે લગભગ 10 વાગે બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. તે સમયે ફેક્ટરીમાં લગભગ 150 લોકો કામ કરતા હતા.
આ ઘટનાને લઈને પીએમ મોદીએ શઓક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના એલુરુ આગ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પીએમઓ દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં પીએમ એ કહ્યું કે આંધ્ર પ્રદેશના એલુરુમાં એક કેમિકલ યુનિટમાં થયેલા અકસ્માતને કારણે લોેકોેની જાન જવાથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલોને જલ્દી સાજા કરો.
આ સાથે જ આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરકિવારને રૂ. 25 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 5 લાખ અને નાની ઇજાગ્રસ્તોને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરી હતી.