કાનપુરમાં મોડી રાતે ઈ-બસે અનેક વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માતમાં 6 લોકોના મોત – રાષ્ટ્રપતિએ શોક વ્યકર્ત કર્યો
- કાનપુરમાં અકસ્માતની ઘટના
- બસ બેકાબૂ બનતા છ લોકોના જીવ ગયા
લખનૌઃ- કાનપુરમાં મોડી રાતે ઈલેક્ટ્રિસ બસ દ્રારા અકસ્માતની ભયાનક ઘટના બની છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘંટાઘરથી ટાટમિલ ચારરસ્તા સુધી રવિવારે મધરાતે ઈલેક્ટ્રિક બસે અડધો ડઝન વાહનોને ટક્કર મારી હતી ,આ ટક્કર એટલી હદે ભયાનક હતી કે અડફેટે આવેલા લોકોના મોત થયા હતા,આ બસે 15 લોકોને કચડી નાખ્યા.. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. નવ લોકો ઘાયલ છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે. મોડી રાત્રે ચાર મૃતકોની ઓળખ થઈ શકી હતી.
આ અકસ્માત માં બસે અનેક વાહનોને ટક્કર મારી હતી .ઈ-બસે પહેલા એક સ્વિફ્ટ કાર, પછી બે બાઇક, બે સ્કૂટી, એક ટેમ્પો, એક ઝેન કાર અને પછી એક ડમ્પરને ટક્કર મારી.આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા
વિતેલી રાત્રે લગભગ 11.30 વાગ્યે એક ઈલેક્ટ્રિક બસ ઘંટાઘર ઈન્ટરસેક્શનથી ટાટમિલ તરફ ખૂબ જ ઝડપે જઈ રહી હતી. બ્રિજ નીચે ઉતરતાની સાથે જ બસનો ડ્રાઈવર વિરુદ્ધ દિશામાં દોડવા લાગ્યો અને વચ્ચે આવનારને કચડીને ચાલ્યો ગયો. ટાટમિલ આંતરછેદ પર ટ્રાફિક બૂથ સાથે અથડાયું અને પછી ચકેરી બાજુથી આવતા ડમ્પર સાથે અથડાયું. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જેમાંથી ચારની ઓળખ થઈ શકી હતી. પોલીસે અન્ય મૃતકોની ઓળખ માટે જહેમત ચાલુ રાખી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે કાનપુરમાં બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચારથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.
જો કે આ ઘટના સ્થળેથી બસ ચાલક ભાગી ગયો હતો. અકસ્માત થતાં જ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બસ ડ્રાઈવર વિશે જાણવા માટે પોલીસ હવે સંબંધિત વિભાગનો સંપર્ક કરી રહી છે. તેની સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.