ગાંધીનગરઃરાજ્યમાં અતિવૃષ્ટિથી પાક નુકશાની મામલે સરકારે મોટો નિર્ણય લીધો છે. વધુ 6 જિલ્લાઓમાં પાક નુકશાન મુદ્દે સહાય કરવા સરકારે નિર્ણય લીધો છે. કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેકટરને સર્વે કરવા આદેશ આપ્યા છે, અતિવૃષ્ટિથી પાક નુકશાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો ફરી બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા તેમજ ગીરસોમનાથ અને આણંદ જિલ્લાના ખેડૂતોને નુકશાની સહાય ચુકવવાની તૈયારી દર્શાવી છે. જેને લઈ કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેકટર પાસે તાત્કાલિક સર્વે કરાઈ વિગતો માંગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે ખરીફ પાકને નુકસાન થયું હતું. પણ સરકારે મર્યાદિત જિલ્લાઓમાં જ સહાયની જાહેરાત કરી હતી. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્યો અને સાસંદોની રજૂઆતને પગલે વધુ 6 જિલ્લામાં સહાય આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 4 જિલ્લાઓમાં સહાયની ચુકવણી ચાલુ છે. જેમાં 15000 થી વધુ ખેડૂતોને 32 કરોડ રૂપિયાની સહાય ખાતામાં નાખી દેવામા આવી છે. ત્યાર બાદ 7 જિલ્લાનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને જે વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરતાં હવે કુલ 17 જિલ્લાઓના ખેડૂતોને અતિવૃષ્ટિથી પાક નુકશાની સહાય મળશે, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-2021માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને વધુમાં વધુ (બે) હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર રૂ।3,000 સહાય ચૂકવાશે.
આ સહાયમાં એસડીઆરએફના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં હેકટરદીઠ રૂ.6800 અપાશે. બાકીની તફાવતની હેકટર દીઠ રૂ.62,00 મહત્તમ 2 હેકટરની મર્યાદામાં રાજયના બજેટમાંથી અપાશે જો જમીનધારકતા આધારે એસડીઆરએફના ધોરણો મુજબ રૂ.5 (પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચુકવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રૂ.5 (પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજયના બજેટમાંથી ચૂકવવાની રહેશે.