Site icon Revoi.in

ટ્રાફિક ધસારાને પહોંચી વળવા ભુજ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વધુ 6 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

Social Share

ભૂજઃ કચ્છના ઘણાબધા લોકો રોજગાર-ધંધા માટે વર્ષોથી મંબઈમાં સ્થાયી થયા છે. એટલે કચ્છનો નાતો મુંબઈ સાથે સૌથી વધુ રહેતો હોય છે. હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી કચ્છ-મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. આથી પ્રવાસીઓની માંગના આધારે પશ્ચિમ રેલવે વિભાગે ભુજથી મુંબઇની સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે રેલવે વિભાગ દિવાળી અથવા તો કોઈ મોટા તહેવાર કે સંજોગોના આધારે અલગ-અલગ રૂટ પર સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. ત્યારે આ વખતે રૂટિન ટ્રાફિકની સાથે સાથે લગ્ન ગાળાનો સમય પણ છે. જેને લઇને મહારાષ્ટ્ર તરફ જતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેને લઈ યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 09003/09004 બાંદ્રા ટર્મિનસ-ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની 6 ટ્રીપ વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ  બાંદ્રા ટર્મિનસ-ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (6 ટ્રીપ) ટ્રેન નંબર 09003 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ ટ્રેન 8,15 અને 22 ફેબ્રુઆરી તથા 01, 08 અને 15 માર્ચ 2022 મંગળવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 23.55 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 07:30 કલાકે અમદાવાદ પહોંચશે અને બપોરે 14:30 કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09004 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન 9, 16 અને 23 ફેબ્રુઆરી તથા 2, 9 અને 16 માર્ચ 2022ના બુધવારે ભુજથી 16:40 કલાકે ઉપડીને રાત્રે 23:00 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે સવારે 07:50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આવતા અને જતા એમ બંને તરફે આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા, સામખિયાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને એ.સી ચેર કારના કોચ હશે. આ માટે ટ્રેનનું બુકિંગ 5 ફેબ્રુઆરી 2022થી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે, જે સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.(file photo)