મુંબઈઃ- દેશભરમાં રોજેરોજ આગલાગવા જેવી અનેક દુગ્છટનાઓના સમાચાર સામે આવતા હોય છે ત્યારે મહારાષ્ટ્રના મુંબઈના ગોગેગાવની એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.મહારાષ્ટ્રના ગોરાગોનમાં G+5 બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ ઘટના અંગેના માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો, ભંગારની સામગ્રી, પાર્ક કરેલા વાહનોમાં લાગી હતી, જેના કારણે લોકો જુદા જુદા માળ પર ફસાયા હતા. આગ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો, ભંગારની સામગ્રી, પાર્ક કરેલા વાહનો, વાહનો સુધી સીમિત હતી, જેના કારણે લોકો જુદા જુદા માળે ફસાયા હતા.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ દરમિયાન 25 થી 30 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવામાંમ આવે તો આ ઘટના આજરોજ વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ પશ્ચિમ ગોરેગાંવના ઓફ એમજી રોડ પર આવેલી જય સંદેશ બિલ્ડિંગમાં બની હતી. આ સહીત , એવી માહિતી મળી રહી છે કે હજુ પણ ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયેલા છે, તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.