ઉત્તરપ્રદેશના મેરઠમાં કાવડયાત્રાનું ડિજે 11 હજાર વોલ્ટની હાઇ ટેન્શન લાઇનની ઝપેટમાં આવતા 6 કાવિયાના મોત
લખનૌઃ- કાવડયાત્રાનો 4 જુલાઈના રોજથી આરંભ થઈ ચૂકર્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા સાથે દૂરઘ્ટના સામે આવી છે ,મેરઠમાં કાવડિયાઓની યાત્રાનું ડિજે હાઈ વોસ્ટેજ લાઈનની ઝપેટમાં આવતા 4 કાવડિયાઓ પોતાના જીવ ગુમાવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મેરઠમાં કાવડિયાના મોતથી સનસની ફેલાઈ ગઈ છે આ ઘટનામાં જ્યારે 16 ગંભીર રીતે ઘાયલ થયાના પણ સમાચાર છે. આ અકસ્માત બાદ વિદ્યુત વિભાગના અધિકારીઓ પર બેદરકારીનો મોટો આરોપ લાગ્યો છે.
ઘટના બાદ રોષે ભરાયેલા કાવડીઓએ જામ કરીને હંગામો મચાવ્યો હતો, ત્યારબાદ અનેક પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટના ભવનાપુર પોલીસ સ્ટેશનના રાલી ચૌહાણ વિસ્તારની છે જ્યાં ડીજે કાવડ હરિદ્વારથી પાણી લઈને મેરઠ પહોંચી રહ્યો હતો. ગામમાં પ્રવેશતા પહેલા હાઈ ટેન્શન લાઈન બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ બેદરકારીના કારણે હાઈ ટેન્શન લાઈન ચાલુ રહી હતી અને ઘટના સર્જાઈ હતી