રાજ્યના 6 હજાર ઔદ્યોગિક એકમોએ નથી ભર્યુ રૂ. 1186 કરોડનું વિજ બીલ !
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને અનેક ઔદ્યોગિક એકમો ધમધમતા થયાં છે. દરમિયાન રાજ્યના લગભગ 6 હજાર એકમોનું વિજ બીલ બાકી હોવાનું જાણવા મળે છે. આ એકમોએ રૂ. 1186 કરોડના વીજ બીલ નહીં ચુક્યાં હોવાનું જાણવા મળે છે. જેથી તંત્ર દ્વારા આ એકમો પાસેથી વીજ બીલના બાકી રકમની વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોગ્રેસ દ્વારા ઔદ્યોગિક એકમોના બાકી વિજ બીલ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.
ગુજરાત વિધાનસભામાં ઓદ્યોગિક એકમોના બાકી વિજ બીલનો મુદ્દો ગુંજ્યો હતો. સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્યના 6 હજાર ઔધોગીક એકમોએ વીજ બિલ ચૂકવ્યું જ નથી. અમદાવાદના 297 એકમો પાસેથી 3,269 લાખ વસૂલવાના બાકી છે.જ્યારે સુરતના 1,081 એકમો પાસેથી 8,208 લાખ વસૂલવાના બાકી તો રાજકોટના 580 એકમો પાસેથી 5,233 લાખ વસૂલવાના બાકી અને વડોદરાના 292 એકમો પાસેથી 8,976 વસૂલવાના બાકી છે.