દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. કાનપુરમાં શ્રમિકોને લઈને પૂરઝડપે પસાર થતી ટ્રક પલ્ટી ખાઈ જતા ગમખ્વાર દૂર્ઘટના સર્જાઈ હતી. આ બનાવમાં 6 શ્રમજીવીઓના મોત થયાં હતા. જ્યારે 22થી વધારે શ્રમજીવીઓ ટ્રકની નીચે દબાયા હતા. તેમની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રક ઓવરસ્પીડ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાહર કાનપુર નજીક હાઈવે પર શ્રમિકોને લઈને ટ્રક પસાર થતી હતી. પૂરઝડપે પસાર થતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગમાવતા ટ્રક પલ્ટી ખાઈ હતી. આ અકસ્માતના પગલે શ્રમજીવીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. 22 જેટલા શ્રમજીવીઓ ટ્રક નીચે દબાયા હતા. જ્યારે 6 શ્રમિકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં હતા.
આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. 16 શ્રમિકોને ખૂબ જ મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી 8 શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ છે, જે પૈકી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જેઓ ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.