60% બાળકો ડિજિટલ લતના ખતરાનો કરી રહ્યા છે સામનો: સર્વે
નવી દિલ્હી: એક નવા સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે 5થી 16 વર્ષની વયજૂથના લગભગ 60 ટકા બાળકો સંભવિત ડિજિટલ લતનો સંકેત આપનારા વ્યવહારને પ્રદર્શિત કરે છે, જે આ નકારાત્મક પ્રભાવોને ઓછો કરવા માટે પ્રભાવી રણનીતિઓની તાત્કાલિક જરૂરિયાતોને રેખાંકીત કરે છે. સ્માર્ટ પેરેન્ટ સોલ્યૂશન કંપની બાટૂ ટેક દ્વારા આયોજીત સર્વેક્ષણના પરિણામ એક હજાર માતાપિતાના સેમ્પલના આકાર પર આધારીત છે.
આ સર્વેનો ઉદેશ્ય એ સામે લાવવાનો છે કે મોબાઈલના ઉપયોગ પર વધારે સમય ખર્ચ કરવા ક્યાં પ્રકારે ઉંઘની ગુણવત્તાને અસર પહોંચવાની સાથે જ શારીરિક ગતિવિધિઓમાં ઘટાડો, સમાજમાં અંતર અને શૈક્ષણિક પ્રદર્શનમાં ઘટાડા સહીતના વિભિન્ન જોખમો પેદા કરે છે.
સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 60 ટકા બાળકો સંભવિત ડિજિટલ લતનો સંકેત આપનારા વ્યવહારને પ્રદર્શિત કરે છે અને લગભગ 85 ટકા માતાપિતા પોતાના બાળકોની ઓનલાઈન સામગ્રી ખપત પર પ્રતિબંધ લગાવવામાં મુશ્કેલી આવતી હોવાની વાતનો સ્વીકાર કરે છે.