Site icon Revoi.in

પાલિતાણ નગરપાલિકામાં 60 ટકા કર્મચારીઓની ઘટ, મહત્વની જગ્યાઓ ખાલી

Social Share

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણામાં નગરપાલિકામાં અપૂરતા સ્ટાફને કારણે વિકાસના કામોને અસર પડી રહી છે. પાલિતાણા નગરપાલિકામાં 60 ટકા કર્મચારીઓની ઘટ છે. જેમાં હેડ ક્લાર્ક, એકાઉન્ટન્ટ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, શોપ ઇન્સ્પેક્ટર, સિવિલ મિસ્ત્રી, લાઈન મેન, ઇન્ટર્નલ ઓડીટર, વોટર વર્કસ સુપરવાઇઝર, ટેક્સ રિકવરી ઓફિસર જેવી મહત્વની જગ્યાઓ ખાલી છે. જેથી રોબરોજ મ્યુનિના કામ માટે આવતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે.

પાલિતાણા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની અછત વર્તાય છે, છતાં નગરપાલિકા દ્વારા ક્વોલિફાઇડ સ્ટાફ ભરવાની તસ્દી લેવામાં આવતી નથી. ક્વોલિફાઇડ અધિકારીઓ કે કર્મચારીઓની ભરતી કરવાના બદલે નગરપાલિકાના સ્ટાફને જુદા જુદા ચાર્જ આપી ગાડું ગબડાવવામાં આવી રહ્યુ છે. નગરપાલિકાનું 1965 થી મંજૂર થયેલ મહેકમ મુજબ કુલ 165 કર્મચારીઓ જોઈએ તેના બદલે હાલમાં 67 કર્મચારીઓ છે અને 98 જગ્યા ખાલી છે. લગભગ 60 ટકા જેટલા કર્મચારીઓની ઘટ છે. આ ઉપરાંત મંજૂર થયેલા સેટઅપ પૈકી જગ્યાઓમાં 30 ટકા કાપ મુકવામાં આવ્યો છે. હાલમાં હેડ ક્લાર્ક, એકાઉન્ટન્ટ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, શોપ ઇન્સ્પેક્ટર, સિવિલ મિસ્ત્રી, લાઈન મેન, ઇન્ટર્નલ ઓડીટર, વોટર વર્કસ સુપરવાઇઝર, ટેક્સ રિકવરી ઓફિસર જેવી મહત્વની જગ્યાઓ ખાલી છે. ખાલી પડેલ જગ્યાઓનો ચાર્જ બીજાઓને સોંપવામાં આવ્યો છે. જ્યારે ડ્રેનેજ વિભાગનું હજી સુધી સેટઅપ મંજુર કરાયું નથી.

પોલીતાણા સેવા સદનના સૂત્રોના કહેવા મુજબ 1965માં જે સેટઅપ મંજૂર થયેલું તેમાં 81 સફાઈ કામદાર અને 84 કર્મચારીઓ મંજૂર હતા, હાલમાં 29 સફાઈ કામદાર અને 38 કર્મચારીઓ કાર્યરત છે. નગરપાલિકામાં રોજમદાર કર્મચારી રાખવા પડે છે. લાયકાતવાળા કર્મચારીઓની જગ્યા ખાલી હોવાથી શહેરના વિકાસને અસર થાય છે. વિકાસના કામોમાં ગતિ આવતી નથી. લોકોના કામોનો ઉકેલ આવતો નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ કાયમી નથી તે પણ કરાર આધારિત 11 માસ માટે મૂકવામાં આવેલ છે.અકંદરે કચેરીમાં 60 ટકા થી વધુ કર્મચારીઓની જગ્યા ખાલી હોવાથી કામોને અસર થઇ રહી છે. આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાલિતાણા નગરપાલિકામાં હાલ મહત્વની જગ્યાઓ ખાલી છે. પૂરતો સ્ટાફ ન હોવાથી ઘણી મુશ્કેલીઓ પડે છે. ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

#PalitanaMunicipality #StaffShortage #PublicServices #DevelopmentChallenges #PalitanaUpdates #GovernmentApproval #MunicipalStaffing #UrbanDevelopment #PublicIssues #MunicipalWorkforce #InfrastructureDelay #CivicProblems #MunicipalChallenges #PalitanaCitizens #GovernmentRequests #AdministrativeIssues #UrbanManagement #PalitanaDevelopment #MunicipalReforms #CivicManagement