1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુસ્લિમ સમાજના 600 માછીમારોએ સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી
મુસ્લિમ સમાજના 600 માછીમારોએ સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી

મુસ્લિમ સમાજના 600 માછીમારોએ સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી

0
Social Share

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાથી પોરબંદરના ગોસાબારા મુસ્લિમ સમાજના 100 જેટલા માછીમારી પરિવારોના 600 વ્યક્તિઓએ ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે  આગામી દિવસોમાં સુનાવણી હાથ ઘરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 100 જેટલા પરિવારે એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા તેમના સમાજના 600 વ્યક્તિઓને સરકાર તરફથી અન્યાય થતો હોવાથી ‘સામુહિક ઇચ્છામૃત્યુ’ની મંજૂરી આપવા રજૂઆત કરી છે. હાઇકોર્ટ સમક્ષ કરાયેલી આ અરજીમાં સરકાર હિન્દુ અને મુસ્લિમ માછીમારો વચ્ચે ભેદભાવ રાખી રહી છે અને પર્યાપ્ત માત્રામાં સુવિધા ન આપતી હોવાની દલીલ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના ‘ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ’ અગ્રણીઅલ્લારખ્ખા ઇસ્માઇલભાઇ થીમ્મર દ્વારા એક મહત્વપૂર્ણ બાબતને લઈને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.  અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરાઇ છે કે, એકીસાથે એટલે કે સામુહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે. ઈચ્છા મૃત્યુ માટેનું કારણ આગળ ધરતા રજૂઆત કરાઈ છે કે, પાછલા 100 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. માછીમારી માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણી જોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા કરાતા ભેદભાવના મુદ્દે  100  જેટલા માછીમારોના પરિવારોએ ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code