અયોધ્યા – ઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં બની રહેલું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે ભક્તો આતુરતાથી મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે સમગ્ર તૈયારીઓ પણ સારું થઈ ચૂકી છે આ દરમિયાન 600 કિલો ઘી 1000 કિમી દૂરથી અયોધ્યા આવી પોહકહ્યું છે.
રામ મંદિરના ઉદ્ઘાટનમાં હજી 45 દિવસ બાકી છે. ત્યારે હવે 108 કળશમાં ભરેલું 600 કિલો દેશી ઘી 1 હજાર કિલોમીટર દૂરથી અયોધ્યા પહોંચ્યું છે. એટલું જ નહીં ખાસ વાત એ છે કે બળદગાડામાં આટલા દૂરથી 600 કિલો દેશી ઘી લાવવામાં આવ્યું છે. આ ઘીનો ઉપયોગ રામ મંદિરના અભિષેકની વિધિ અને શાશ્વત પ્રકાશ માટે કરવાનો છે.
પૂજા માટે દેશી ઘી અયોધ્યાની આસપાસથી જ લઈ શકાયું હોત, પરંતુ તે 1000 કિલોમીટર દૂરથી મંગવવા પછાડના કારણો પણ છે ,શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે અમે એવા સંત અને મહાપુરુષ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જેમના નિશ્ચયથી આ દેશી ઘી અયોધ્યા સુધી પહોંચ્યું. અમે ફરી એકવાર જોધપુરની ધરતીને સલામ કરીએ છીએ.
2 નવેમ્બર, 1990 ના રોજ, જ્યારે દિગંબર અખાડાની સામે ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યારે બે લોકો શહીદ થયા હતા, જેમાંથી પ્રોફેસર મહેન્દ્ર અરોરા જોધપુરના હતા. અને તેની સાથે એક નાનો બાળક હતો જે જોધપુરના મથાનિયા ગામનો રહેવાસી હતો. તેનું નામ સેતારામ માળી હતું. આજે આ દેશી ઘી ત્યાંથી આવ્યું છે. કદાચ તેમના આત્માઓએ આ પ્રેરણા આપી હશે.
રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. તે પહેલા જોધપુરથી 600 કિલો દેશી ઘી લઈને બળદ ગાડા અયોધ્યા પહોંચ્યા હતા. જ્યારે દેશી ઘી વહન કરતી બળદગાડીઓ કારસેવક પુરમ પહોંચી ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજે આરતી કરીને બળદગાડા પર રાખવામાં આવેલા દેશી ઘીનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ દેશી ઘી પદયાત્રા 27 નવેમ્બરે રાજસ્થાનના જોધપુરના શ્રી મહર્ષિ સાંદીપનિ રામ ધામ ગૌશાળાથી શરૂ થઈ હતી. જે સતત બળદગાડામાં મુસાફરી કરતા આજે અયોધ્યા પહોંચ્યા છે.