પોરબંદર : સ્વીમિંગ સ્પર્ધા કોઈ સરોવર કે નદીમાં નહીં પણ પોરબબંદરના દરિયામાં યોજાય રહી છે. યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના 600થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્રારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા 22 વર્ષથી યોજાઈ રહેલ આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા મળી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમે પોરબંદરમાં યોજાયેલી આ તરણ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી છે. દેશભરમાંથી 600થી વધુ સ્પર્ધકોએ આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે નેશનલ લેવલની 10 કીલોમીટર તેમજ પેરા સ્વિમરો માટે 5 કીલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. આ તરણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાંથી આટલી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ પોરબંદરના સમુદ્રમાં યોજાયેલી તરણ સ્પર્ઘામા ભાગ લીધો હોવાથી આ સ્પર્ધાના આયોજકોમાં પણ ખુશી જોવા મળી હતી. શૌર્યના પ્રતિક સમાન આ સમુદ્ર સ્પર્ધામાં ખાસ ઉપસ્થિત રહી ફ્લેગ ઓફ કરનાર ભારતીય નેવીના ફે્લગ ઓફિસરે પણ આ સ્પર્ધાને બિરદાવતી યુવાઓ ખાસ આમા ભાગ લે તેવી અપીલ કરી હતી. મહદંશે તરવૈયાઓ જ્યારે ઘુઘવતા સમુદ્રમા તરે છે ત્યારે થોડે અંશે તેઓમાં ડર રહેતો હોય છે, ત્યારે પોરબંદરમાં તો બાળકોથી લઇ વૃદ્ધ સુધી તમામ વયના લોકો દરિયા સામે બાથ ભીડતા જોવા મળ્યા હતા. પુનેથી આવેલ સ્પર્ધકે માત્ર 28 મિનિટમાં 2 કિલોમીટરની સ્પર્ધા પુરી કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ પોરબંદરમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઇ એચ એલ આહીર પણ દર વર્ષની જેમ આ વખતે પણ સ્પર્ધામા ભાગ લઇ યુવાઓને પણ પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા.