નવી દિલ્હીઃ દેશમાં નશાનો કાળો કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાંથી રૂ. 6000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. તેમજ માછીમારી બોટમાં સવાર છ વ્યક્તિઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. ભારતીય સુરક્ષા દળોએ આ શખ્સોની પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના જળ વિસ્તારમાં માછીમારીની બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સના વિશાળ કન્સાઇનમેન્ટને પકડી પાડ્યું છે છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પકડાયેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઈનમેન્ટ હોઈ શકે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશનમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક 6,000 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન વહન કરતા છ મ્યાનમારના ક્રૂ સાથે એક જહાજ જપ્ત કર્યું છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી છે.
સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, કોસ્ટ ગાર્ડ ડોર્નિયર એરક્રાફ્ટના પાયલટે બેરોન ટાપુ નજીક માછીમારીના ટ્રોલરની શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ હતી. તે પોર્ટ બ્લેરથી લગભગ 150 કિલોમીટર દૂર છે. ટ્રોલરને ચેતવણી આપવામાં આવી હતી અને સ્પીડ ઓછી કરવા માટે કહેવામાં આવ્યું હતું. દરમિયાન પાયલોટે આંદામાન અને નિકોબાર કમાન્ડને એલર્ટ કર્યું હતું. તરત જ અમારા ઝડપી પેટ્રોલિંગ જહાજો બેરન આઇલેન્ડ તરફ આગળ વધ્યા હતા. ત્યારબાદ ફિશિંગ ટ્રોલરને વધુ તપાસ માટે પોર્ટ બ્લેર લઈ જવામાં આવ્યું હતું.