Site icon Revoi.in

ગુજરાતમાં ટ્રાફિકથી ભરચક એવા 61 રસ્તાઓ પહોળા કરાશે,

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. આથી રાજ્ય સરકારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે 61 જેટલા રસ્તાઓ પહોળાં કરવાનો નિર્ણય લીધો છે, અને તેની પાછલ રૂપિયા 2995 કરોડ ખર્ચાશે, સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઈને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહારની સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારે ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી અને યોગ્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્યના 61 રસ્તાઓને ફોરલેન-પહોળા કરવા માટે 2995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવા અને માર્ગોને પહોળા કરવા નિર્દેશો કરવામાં આવ્યો છે. જેમાં સરકારે 203.41 કિલોમીટર લંબાઈ ધરવતા 21 રસ્તાઓને ફોર લેન કરવા માટે 1646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ સાથે 221.45 કિલોમીટર લંબાઈના 15 માર્ગોને 10 મીટર પહોળા કરવા માટે 580.16 કરોડ રૂપિયા અને 388.89 કિલોમીટર લંબાઈના 25 રસ્તાઓને 7 મીટર પહોળા કરવા માટે 768.72 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.  આમ સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઈને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.