- દેશમાં કોરોનાનો વર્તાતો કહેર
- છેલ્લા 24 કલાકમાં 6,155 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસો પણ હવે 31 હજારથી વધુ
દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાયો છે , દિવસેને દિવસે કોરોનાના નવા નોંધાતા કેસનો આંકડો વધતો જ જઈ રહ્યો છે છેલ્લા 7 મિહાનાના સમયગાળઆ બાદ ફરી દેશમાં દૈનિક નોંધાતા કેસનો આંકડો 6 હજારને પાર જોવા મળ્યો છે જેને લઈને હવે એક્ટિવ કેસો પણ 30 હજારથી વધુ થી ચૂક્યા છે, વધતા જતા કોરોનાના કહેરે સરકારની ચિંતા વધારી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના 8 રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં વધુ કોરોના કેસ આવી રહ્યા છે.
જો દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાનની વાત કરવામાં આવે તો 24 કલાકમાં કોરોનાના 6155 નવા કેસ નોંધાયા છે.ત્યાર બાદ હવે એક્ટિવ કેસ વધ્યા છે હવે સક્રિય કેસની સંખ્યા વધીને 31 હજાર 194 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 11 લોકોના મોત થયા છે. . વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે અને રાજ્યોને ઈમરજન્સી હોટસ્પોટ ઓળખવા અને ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે.
આ પહેલા શુક્રવારે દેશમાં કોરોનાના 6050 નવા કેસ નોંધાયા હતા જ્યારે 14 લોકોના મોત થયા હતા. આ રીતે, છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 105 નવા કેસમાં વધારો નોંધાયો છે, જે ગઈકાલની સરખામણીમાં 105 ટકા વધુ છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની સાથે હવે દેશના કોરોનાના સબ વેરિએન્ટના કેસો પણ નોંધાયા છે. વેરિઅન્ટ XBB.16 ઝડપથી પરિવર્તિત થઈ રહ્યું છે અને તેનો સબટાઈપ XBB.1.16.1 ભારતમાં પ્રવેશી ચૂક્યો છે. ભારતમાં આ સબટાઈપ વેરિઅન્ટના અત્યાર સુધીમાં 116 કેસ નોંધાયા છે. આ પ્રકાર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સક્રિય હોવાનું કહેવાય છે.