1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રિયલ એસ્ટેટમાં તેજીના લીધે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાં ફી વસુલાતમાં 62 ટકાનો વધારો
રિયલ એસ્ટેટમાં તેજીના લીધે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાં ફી વસુલાતમાં 62 ટકાનો વધારો

રિયલ એસ્ટેટમાં તેજીના લીધે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાં ફી વસુલાતમાં 62 ટકાનો વધારો

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ જનજીવન રાબેતા મુજબ થતા ઉદ્યોગોમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી જોવા મળી હતી. એટલું જ નહીં હજુપણ કોરોનાની ત્રીજી લહેરના આગમનના એંધાણના ટાણે પણ તેજી જોવા મળી રહી છે. ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં સ્ટેમ્પ ડ્યુટી અને મિલકતની નોંધણીમાંથી સરકારની આવકમાં 62 ટકાનો વધારો થયો હતો. તેની સાથે જ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે નોંધાયેલી મિલકતોની સંખ્યામાં 34 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જે દર્શાવે છે કે,  રિયલ એસ્ટેટ સેક્ટર આગ ઝરતી તેજી તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં  સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાંથી  રાજ્ય સરકારને આવક ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં રૂ. 7,499 કરોડ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી રૂ. 4,624 કરોડથી 62 ટકા વધુ છે. તેવી જ રીતે 2020-21 વર્ષના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં મિલકતની નોંધણીની સંખ્યા 7,44,500 હતી. જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં 34 ટકા વધીને 9,95,809 પર પહોંચી ગઈ છે. આમ રિયલ્ટી સેક્ટરમાં વધુ નોંધણીઓ માર્કેટમાં રિકવરીના સંકેત આપે છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કોરોનાના બીજાકાળ બાદ મકાનોની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. સરકારે પણ અનેક નવી ડીપી સ્કીમને મંજુરી આપી હતી. એટલે મહાનગરોના બહારના વિસ્તારોમાં પણ રહેણાંક માટેના બિલ્ડિંગો બનવા લાગ્યા છે. ઉપરાં જુના મકાનોના ખરીદ-વેચાણમાં પણ વધારો થયો હતો. પ્રોપર્ટી નોંધણીની સંખ્યામાં વધારો તેમજ સ્ટેમ્પ ડ્યુટીની  સરકારની આવક બંનેમાં જોરદાર વધારો એ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલા ભારે ઉછાળાને દર્શાવે છે, જે માત્ર મોટાપાયે રોજગાર જ પ્રદાન કરતો નથી, પરંતુ આર્થિક પ્રવૃત્તિને પણ વેગ આપે છે. મહમારી બાદની આ સ્થિતિ ખૂબ જ આશાજનક હતી.

ગાંધીનગરના રેવન્યુ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  વર્ષ 2020-21 નાણાકીય વર્ષમાં લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે થયેલ નુકસાન ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં નોંધપાત્ર રીતે ફાયદામાં પલટાઈ ગયું છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીથી સરકારની આવકમાં સ્પષ્ટપણે મોટો વધારો થયો છે.  સ્ટેમ્પ ડ્યુટીથી આવકમાં 62 ટકા અને મિલકતોના રજીસ્ટ્રેશ દ્વારા 34 ટકા નો વધારો ખરેખર અસાધારણ છે તેમ અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.  ગત વર્ષે  2020-21માં અમારી પાસે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી દ્વારા ધારવામાં આવેલા આવકના અંદાજમાં મોટો ગેપ જોવા મળ્યો હતો અને ઓછી આવક થઈ હતી. જેની સામે આ વર્ષે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાંથી રૂ. 11,000 કરોડ એકત્ર કરવાના અંદાજ સામે અમે શરુઆતથી જ 68 ટકા એકત્ર કરી લીધું છે અને વર્ષના અંત સુધીમાં અમે લક્ષ્યાંક સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code