Site icon Revoi.in

આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડોઃ અમિત શાહ

Social Share

દિલ્હીઃ આજે 21 ઓક્ટોબર એટલે કે પોલીસ સ્મૃતિ દિવસ આ જના આ દિવસે દેશના ગ-હમંત્રી શાહે સભાનું સંબોઘન કર્યું હતું આ દરમિયાને તેમણે શાંતિ સ્થઆપિત વિશે માહિતી આપી હતી આ સહીત ઉગ્રવાદી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ઘટી છે તે અંગે વાત કરી હતી. શનિવારે દિલ્હીમાં “પોલીસ મેમોરિયલ ડે” નિમિત્તે “નેશનલ પોલીસ મેમોરિયલ” ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહે આજરોજ  કહ્યું કે પૂર્વોત્તરમાં આતંકવાદ, નક્સલવાદ (ડાબેરી ઉગ્રવાદ) અને વિદ્રોહની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે હવે દેશના ત્રણ “હોટસ્પોટ્સ” – ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યો, ઉત્તર-પૂર્વ અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થઈ રહી છે.

 ‘પોલીસ સ્મારક’ પર રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીત કરતા વખતે ગૃહમંત્રી શાહે આ વાત કરી હતી.અહીં સભાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ જાળવી રાખીને કડક કાયદો ઘડ્યો છે.

શાહે કહ્યું, “પોલીસ કર્મચારીઓના પ્રયાસો અને સિદ્ધિઓને કારણે, ઉત્તર-પૂર્વમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને ઉગ્રવાદની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડો થયો છે.” પછી તે કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય કે પછી લોકોનું રક્ષણ કરવાનું હોય. આપત્તિના સમયમાં ઢાલ બનીને પોલીસકર્મીઓએ દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સાબિત કરી છે.

આપત્તિમાં પોલીસકર્મીઓની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભૂતકાળમાં NDRF દ્વારા વિવિધ પોલીસ દળોના જવાનોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં વિશ્વભરમાં નામના મેળવી છે. અમિત શાહે જવાનોના વખાણ કર્યા તેમણે કહ્યું કે, “ભલે ગમે તેટલી મોટી દુર્ઘટના હોય, જ્યારે NDRFના જવાનો ત્યાં પહોંચે છે

તેમણે કહ્યું કે સરકાર પોલીસ દળને વિશ્વમાં શ્રેષ્ઠ આતંકવાદ વિરોધી દળ બનાવવા માટે “પોલીસ ટેક્નોલોજી મિશન” ની સ્થાપના કરીને તેને આધુનિક બનાવવાની દિશામાં કામ કરી રહી છે. શાહે કહ્યું કે મોદીની આગેવાની હેઠળની સરકારે ગુનાહિત ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો માટે સંસદમાં ત્રણ બિલ રજૂ કર્યા છે. આ ત્રણ બિલ 150 વર્ષ જૂના કાયદાનું સ્થાન લેશે અને તમામ નાગરિકોના બંધારણીય અધિકારોની ખાતરી આપશે.