1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સહિત 12 શહેરોને સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના અન્વયે 674 કરોડ ફાળવાયા
અમદાવાદ સહિત 12 શહેરોને સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના અન્વયે 674 કરોડ ફાળવાયા

અમદાવાદ સહિત 12 શહેરોને સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના અન્વયે 674 કરોડ ફાળવાયા

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે પ્રાથમિક જરૂરિયાતના 594  કામો માટે અત્યાર સુધીમાં 674  કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ વિકાસ કામો અંતર્ગત આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ સુવિધાના કામો હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં-93, વડોદરામાં-80, સુરતમાં-134, રાજકોટમાં-14, ભાવનગરમાં-52, જામનગરમાં-2, જૂનાગઢમાં-9 અને ગાંધીનગરમાં-3 એમ આઠ મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં કુલ 387 કામો માટે 629  કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. આ કામો અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર વિકાસના 3 કામો માટે 24.32  કરોડ રૂપિયાના કામો માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી  આપી છે.

આ વિકાસ કામોમાં રાજકોટ મહાનગરના વોર્ડ નં. 1 માં તથા વોર્ડ નં. 11 માં નવા ભળેલા મોટા મૌવા વિસ્તારમાં ડી.આઇ. પાઇપલાઇનના નેટવર્કના કામોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે રજૂ કરેલી આ અંગેની દરખાસ્તને તેમણે સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે.

મુખ્યમંત્રીએ મહાનગરો સાથે 12 જેટલી નગરપાલિકાઓમાં પણ આઉટગ્રોથ વિસ્તારના કુલ 207  વિકાસ કામો માટે અત્યાર સુધીમાં એટલે કે પાછલા બે વર્ષમાં કુલ 44.56 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદ્દઅનુસાર, ભુજ, દ્વારકા, ગોંડલ, અમરેલી, વેરાવળ-પાટણ, માંડવી-કચ્છ, અંજાર, રાપર, પાલનપૂર, માળિયા-મિયાણા, જેતપૂર-નવાગઢ તથા સાવરકુંડલા નગરપાલિકાઓને આ રકમ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોના હેતુસર ફાળવવામાં આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ ઉજવણી વર્ષ 2010 માં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસની ભાવના સાથે શરૂ કરાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારે નગર સુખાકારીના વિકાસ કામોને ગતિ આપતી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને આ વર્ષના બજેટમાં રૂ.8086 કરોડની જોગવાઇ સાથે 2024 સુધી લંબાવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code