વાપીમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશઃ 68 કિલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા અને ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાપીમાં ડ્રગ્સ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. એનસીબીએ વાપીની એક ફેકટરીમાં છાપો મારીને 68 કિલો સાયકોટ્રોપિક પદાર્થોનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર NCB દ્વારા વાપીની એક લેબમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ડ્રગ બનાવીને દેશમાં મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત રાજ્યો તેમજ વિદેશમાં મોકલવામાં આવતું હતું. NCB હાલ આ મામલે આરોપીઓની વધુ તપાસ કરી રહી છે. દરોડા દરમિયાન NCB એ આશરે 68 કિલોગ્રામ સાયકોટ્રોપિક (psychotropic) પદાર્થ કબજે કર્યો હતો છે. આ મામલે કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ વાપીમાં ડ્રગ્સ બનાવીને દેશના અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હતા. એનસીબીની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
(PHOTO-FILE)