દિવાળીનો માહોલ, રાજકોટમાં એક જ દિવસમાં 68 હજાર લોકોએ બસમાં ટિકીટ બુક કરી
- એસટી બસમાં દિવાળીના તહેવારની અસર
- 68 હજાર ટિકીટો ઓનલાઈન બુક થઈ
- મુસાફરોની વ્યાપક ભીડ
રાજકોટ: એસ.ટી. વિભાગદ્વારા ગઈકાલથી રાજકોટ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવારો અનુસંધાને 2300 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂકરી દેવામાં આવ્યું છે. આ એકસ્ટ્રા સંચાલનના કારણે એસટી તંત્રને સારો એવો ફાયદો થઈ રહ્યો છે સાથો સાથ તહેવારોની રજાઓ પણ જાહેર થઈ ગઈ હોય દરેક બસસ્ટેશનો ઉપર મુસાફરોની વ્યાપક ભીડ નજરે પડી રહી છે.
આ ઉપરાંત તહેવારોમ લોકો પોતપોતાના વતન તરફ દોડ મુકી રહ્યા છે. તો ઘણા અન્ય સ્થળોએ ફરવા માટે જઈ રહ્યા છે. આથી એસટી નિમગનું ઓનલાઈન બુકીંગનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે તહેવારના સમયમાં લોકો પોતાના વતન કે ગામ પરત ફરી રહ્યા હોય, અથવા કેટલાક લોકો ખરીદી માટે પણ શહેરોમાં આવતા હોય છે તે આ કારણે રાજ્યના દરેક શહેરમાં અત્યારે બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે.