રાજધાની દિલ્હીમાં વિતેલી રાતે ભૂકંપના આંચકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર ૩.૭ ની તીવ્રતા નોંધાઇ
- દિલ્હી એનસીઆરમાં અનુભવાયા ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 3,7 તીવર્તા નોંધાઈ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ચાલુ વર્ષ દરમિયાન અવાર નવાર ભૂકંપના આંચકા આવવાની ઘટના બની છે, જેમાં ખાસ કરીને દિલ્હીમાં આ ઘટના વધુ બનવા પામી છે ત્યારે ફરી એક વખત વિતેલી સોમવારની રાતે દિલ્હી-એનસીઆરમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા.
મળતી માહિતી પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં નોંધાયું હતું. વિતેલી રાતે અંદાજે 10 વાગ્યેને 30 મિનિટ આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ 5 કિ.મી. જણાવવામાં આવી રહી છે.
આ પહેલા પણ 20 મી જૂને ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1 નોંઘાઈ હતી. ભૂકંપનું કેન્દ્રસ્થાન દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં નોંધાયું હતું. આ ભુકંપ સવારે 12:02 વાગ્યે અનુભવાયો હતો, ભૂકંપનું કેન્દ્ર જમીનથી સાત કિલોમીટર નીચે હતું. જો કે, ખૂબ જ હળવા કંપનને લીધે, તે મોટાભાગના લોકોએ અનુભવ્યો ન હતો.