Site icon Revoi.in

PMJAY યોજના હેઠળ 7.4 કરોડ લોકોએ મેળવી તબીબી સારવાર

Social Share

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ દેશમાં 7.37 કરોડ લોકોની સારવાર કરવામાં આવી છે અને આ માટે સરકારે કુલ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં આ આંકડાકીય માહિતી આપવામાં આવી છે. આ યોજના દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મધ્યપ્રદેશમાં 402.5 લાખ આયુષ્માન કાર્ડ, મહારાષ્ટ્રમાં 280 લાખ, કર્ણાટકમાં 171.5 લાખ, જમ્મુ-કાશ્મીરમાં 85.9 લાખ, તેલંગાણામાં 82.5 લાખ, તમિલનાડુમાં 73.6 લાખ અને મેઘાલય 19.76 લાખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ વર્ષમાં કોઈપણ સમયે તેમનું આયુષ્માન કાર્ડ મેળવી શકે છે. આ માટે તેમણે નજીકના CSE સેન્ટર અથવા પેનલમાં સામેલ હોસ્પિટલમાં જવાનું હોય છે. આ સિવાય તમે આયુષ્માન એપ દ્વારા પણ કાર્ડ કઢાવી શકો છો.

AB-PMJAY યોજનાનો ઉદ્દેશ્ય દેશના ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવાનો છે. સરકારી આંકડાઓ અનુસાર, ભારતના 40 ટકા ગરીબો પરિવોરો એટલે કે 55 કરોડ સભ્યો જે આશરે 12.34 કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ, લાભાર્થીઓ 29,000 સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકે છે. કેશલેસ સારવાર, દવાઓ, ફિઝિશિયન, રૂમ ચાર્જ, સર્જન ચાર્જ, ઓટી અને આઈસીયુ ચાર્જ વગેરે આવરી લેવામાં આવે છે.

હેલ્થ બેનિફિટ પેકેજ (HBP) નવા નેશનલ માસ્ટર હેઠળની યોજના સામાન્ય દવા, સર્જરી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી વગેરે સહિત 27 તબીબી વિશેષતાઓમાં 1949 પ્રક્રિયાઓને આવરી લેતી કેશલેસ આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. PM-JAY યોજનાનું બજેટ 2024-25ના બજેટમાં 10 ટકા વધારીને રૂ. 7,300 કરોડ કરવામાં આવ્યું છે, જે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 6,800 કરોડ હતું. સામાન્ય બજેટ 2024-25માં, આરોગ્ય મંત્રાલયનું બજેટ 12.96 ટકા વધારીને 90,958.63 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે, જે 2023-24માં 80,517.62 કરોડ રૂપિયા હતું.

હેલ્થ કેર પેકેજ ઉપરાંત, બજેટમાં કેન્સરની ત્રણ દવાઓ – ટ્રાસ્ટુઝુમાબ ડેરક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને દુર્વાલુમબ પરની નિકાસ ડ્યુટી દૂર કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં કેન્સરની દવાઓની કિંમતોમાં ઘટાડવાનો છે. જેથી કરીને કેન્શરથી પીડિત દર્દીઓને સામાન્ય દરે કેન્શરની દવાઓ મળી શકે અને સારવાર વધુ ખર્ચાળ ન બને.

#PMJAYScheme, #AyushmanBharat, #HealthForAll, #FreeHospitalCare, #PMJAYBenefits, #HealthcareInIndia, #GovernmentHealthScheme, #PMJAYSuccessStory, #HealthcareForAll, #PMJAYImpact, #Healthcare, #GovernmentInitiatives, #PublicHealth, #HealthInsurance, #GovernmentSchemes, #HealthAndWellness, #IndianHealthcare, #GovernmentHealthInitiatives ¹ ²