કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેસ પાણી છોડાયું, મહીસાગર નદીમાં ઘોડાપુર, 106 ગામોને એલર્ટ કરાયા
વડોદરાઃ મહિસાગર નદી પર આવેલો કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી હાલ 7.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે મહીસાગર નદીએ હાલ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને મહી જાણે સાગર બની હોય તેમ વહી રહી છે. આણંદ જિલ્લાના મહીનદી કિનારાના ચાર તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત કુલ 107 ગામોને એલર્ટ કરાયા. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે, કુલ કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે. અધિકારીઓને જગ્યાના છોડી સ્ટેન્ડબાય રહેવા પણ આદેશ આપી દેવાયા છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસી રહેલા સતત ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં સતત ધરખમ પાણીની આવક નોંધાઈ રહી છે. રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા કડાણા ડેમમાં 7.50 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ત્યારે તકેદારીના ભાગ રૂપે ડેમનું રુલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાં જેટલી પાણીની આવક નોંધાઈ રહી છે તેટલી જ જાવક છે. હાલ કડાણા ડેમનું લેવલ 416 ફૂટે છે જ્યારે ડેમનું કુલ લેવલ 419 ફૂટ છે. કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાંથી પણ મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આણંદ જિલ્લાના મહીનદી કિનારાના ચાર તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ગામોમાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા આવી રહ્યા છે. રવિવારે સાંજનાં સાડા ચાર વાગ્યાનાં સુમારે આણંદનાં વહેરાખાડી પાસે મહીનદીમાં પાણીનું સ્તર અચાનક વધી જતા નાવડી વાળાઓ દ્વારા નાવડીઓં ખેંચીને બાંધી દીધી હતી. તેમજ અગરબત્તી પુજાપો અને નાસ્તા પાણીની લારીઓ તાત્કાલીક ખસેડી લેવામાં આવી હતી અને માત્ર 20 મિનીટમાં દસ ફુટ જેટલું જળ સ્તર વધી જતા હાથીયો પથ્થર અને મહિસાગર લગ્ન ચોરી તેમજ મહિસાગર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરાયા. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે, કુલ કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે. અધિકારીઓને જગ્યાના છોડી સ્ટેન્ડબાય રહેવા પણ આદેશ આપી દેવાયા છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઓવર ફ્લૉ થતાં તંત્રએ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કામગીરી શરૂ કરી દીધી છે.
મહીસાગર જિલ્લામાં મહી નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારનાં 107 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મહી નદી જે-જે જિલ્લાઓમાંથી વહે છે તેવા જિલ્લા પંચમહાલ ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારનાં ગામોને પણ એલર્ટ કરાયાં છે. હાલ તંત્ર એલર્ટ મોડમાં છે અને તમામ તકેદારીનાં પગલાં લેવા માટે સજ્જ છે. કડાણા યોજના વિભાગ નં.1 દીવડા કોલોની હસ્તકની કડાણા તાલુકામાં આવેલા કડાણા જળાશય યોજનામાં રવિવારે બપોરે 11 વાગ્યે જળાશયમાં પાણીની સપાટી 415.11 ફૂટ ઇંચ નોંધાઈ હતી. આ યોજનાના ઉપરવાસમાં વરસાદ થવાથી જળાશયમાં પાણીની આવક થઇ રહી છે. તેમજ ઉપરવાસમાં આવેલા બજાજસાગર જળાશયમાંથી 4,91,161 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. પાણીની આવકને ધ્યાને લેતા કડાણા જળાશયમાંથી મહીસાગર નદીમાં 11 વાગ્યે ગેટ તેમજ રિવરબેડ પાવર હાઉસ દ્વારા કુલ 9,00,000 ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરાયુ હતુ.. જેને લઈ નીચાણવાળા નદી કાંઠાનાં ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ માલ-મિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સૂચના અપાઇ છે.
કડાણા તાલુકાનો ઘોડિયાર લો લેવલ બ્રિજ અને તાંતરોલી લો લેવલ બ્રિજ તેમજ લુણાવાડા તાલુકાનો હાડોડ લો લેવલ બ્રિજ યાતાયાત માટે બંધ કરાયો છે. રવિવારે બપોરના ટાણે કડાણામાં 415 ફુટ 11 ઈચ, જળાશયનો ઈનફ્લો 6,42,934, જળાશયનો આઉટ ફ્લો 3,92,946 નોંધાયો હતો.