પાપુઆ ન્યૂ ગિનીમાં 7.7ની તીવ્રતાનો ભૂંકપ – સુનામીને લઈને એલર્ટ જારી
- પાપુઆ ન્યૂ ગિનીમાં જોરદાર ભૂકંપના આચંકા
- 7.7ની તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો
- કુદરતી આફત બાદ હવે સુનામીને લઈને એલર્ટ જારી
દિલ્હીઃ- વિશ્વના ઘણા દેશઓ કુદરતી આફતોનો સામનો કતરી રહ્યા છે ક્યાંક કોરોનાનો કહે છે તો ક્યાક મંકિપોક્સનો તો કેટલાક દેશોમાં કુદરતી કહેર જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઘણા દેશોમાં ભૂકંપ આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે ઈન્ડોનેશિયાની નજીક પેસિફિક મહાસાગર વિસ્તારમાં આવેલો દેશ પાપુઆ ન્યુ ગિની ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે.
ભૂકંપના આંચકા બાદ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
આ ભૂકંપ સવારે 6.46 કલાકે આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં રીડિંગ્સમાં ભૂકંપનું કેન્દ્ર કેનાન્ટુની પૂર્વમાં લગભગ 50 થી 60 કિલોમીટર (30 થી 40 માઇલ) ની ઊંડાઈએ છે, જે એક ઓછી વસ્તીવાળા વિસ્તાર છે.જે . કેન્દ્ર રાજધાની પોર્ટ માર્સેબેથી લગભગ 60 કિમી દૂર લાઈમાં હતું.
ભૂકંપની તીવ્રતાના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાની નજીક પેસિફિક મહાસાગર વિસ્તારમાં આવેલો દેશ પાપુઆ ન્યુ ગિની ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે