Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ગુજરાતની બસ ખીણમાં પડતા 7નાં મોત, 28 પ્રવાસીનું રેસ્ક્યુ કરાયું

Social Share

અમદાવાદઃ ભાવનગર અને સુરતના પ્રવાસીઓની લકઝરી બસ ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પરની એક ઊંડી ખીણમાં પડતા 7 પ્રવાસીઓના માતે નિપજ્યા છે. જ્યારે 28 પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરીને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે તેવી વિનંતી કરી હતી, મૃતક તમામ યાત્રિકો ભાવનગરના હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની પાસે રવિવારે સાંજે એક બસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે. 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. બસમાં ભાવનગરના 35 મુસાફરો સવાર હતા. લકઝરી બસ ભાવનગરની શ્રી ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યુ છે.. જેમાં 28 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે.

પ્રાથમિક મળેલી જાણકારી મુજબ અકસ્માતનો ભોગ બનેલી લકઝરી બસમાં 31 યાત્રાળુઓ ભાવનગરના હતા. જ્યારે બસમાં સવાર 3 યત્રાળુઓ સુરતના હતા. આ તમામ યાત્રાળુઓ ગઈ તા.15મી  ઓગસ્ટે ભાવનગરથી યાત્રાએ નીકળ્યા હતા. 16 ઓગસ્ટે દિલ્હીથી યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ રવિવારે ગંગોત્રી નેશનલ હાઈવે પર બપોરે 3 વાગ્યાની આસપાસ ડ્રાઈવરની ભૂલના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ SDRFએ 27 પ્રવાસીઓને હોસ્પિટલ પહોંચાડ્યા છે. ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે પ્રવાસીઓની લકઝરી બસ 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઘટનાની જાણ થતા એસડીઆરએફે સ્થાનિક લોકોની મદદથી 27 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામાં 6 યાત્રાળુઓના મોત થયાનું જણાવવામાં આવી રહ્યું છે, હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે, પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે હાજર છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું – અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભગવાન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

ગુજરાત સરકાર ઉત્તરાખંડ સરકારના સતત સંપર્કમાં-રાહત કમિશનર આલોક પાંડે

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 07923251900 પર સંપર્ક કરી શકાશે

રાજ્યના રાહત કમિશનર  આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.

ઉત્તરાખંડ રાજ્યના એસ.ડી આર. એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્કમાં છે.ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ   ભાવનગરની  એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ  33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઉત્તરાખંડમાં રવિવારે  સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે   રાજ્ય સરકારના  ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનર  આલોક પાંડેએ જણાવ્યું છે.