Site icon Revoi.in

શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્ર્સ્ટના અધ્યક્ષ સહીત 7 પોલીસ કસ્ટડીમાં, મથુરામાં કૃષ્ણકૂપની પૂજા કરવાની કરી રહ્યા હતા કોશિશ

Social Share

મથુરા: મથુરામાં શાહી ઈદગાહ પરિસર તરફથી બનેલા કૃષ્ણ કૂપ પર વગર મંજૂરીએ પૂજા કરી રહેલા સાત લોકોને પોલીસે શાંતિ અને વ્યવસ્થાને જાળવવા માટે કસ્ટડીમાં લીધા છે. તેમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા પણ સામેલ છે. તેઓ પરંપરાગત રીતે સતત પૂજા કરતી રહેલી 34 મહિલાઓએ સવારે વિધિવિધાનપૂર્વક કૃષ્ણ કૂપની પૂજા કરી હતી. મહત્વપૂર્ણ છે કે શાહી ઈદગાહ તરફથી બનેલા કૃષ્ણકૂપ પર શીતળા માતા અષ્ટમી પર પૂજન પરંપરાગત રીતે કરવામાં આવે છે. તેના પર હિંદુત્વવાદીઓએ પૂજન કરવાની માગણી કરી હતી. દિનેશ શર્માએ ઘોષણા કરી હતી કે કૃષ્ણ કૂપ પર પૂજા કરશે અને કોઈ તેમને રોકી શકશે નહીં.

મહત્વપૂર્ણ છે કે હાલ શાહી ઈદગાહ-કૃષ્ણ જન્મભૂમિ વિવાદ ચાલી રહ્યો છે, તેને કારણે પોલીસ પ્રશાસન સતર્ક હતા અને કૃષ્ણકૂપ પર પહેલેથી જ પરંપરાગત રીતે પૂજા કરવા માટે આવનારી મહિલાઓને પૂજા કરવાની મંજૂરી છે. તેના સિવાય કોઈને પૂજા કરવાની મંજૂરી નથી. સોમવારે શીતલા માતાની બાસૌડા પૂજા હતી. તેને  લઈને એસએસપીએ રવિવારે મોડી રાત્રે જ પોલીસ ફોર્સને એલર્ટ કરી હતી. સોમવારે સવારે જ પરંપરાગત રીતે પૂજા કરનારી મહિલાઓએ પૂજા કરી, બીજી તરફ હિંદુત્વવાદીઓએ પૂજા કરવા માટે ત્યાં પહોંચવાની કોશિશ કરી, તો પોલીસે તેમને સમજાવીને મંજૂરી વગર પૂજા કરવા દેવાનો ઈન્કાર કર્યો હતો.

આ દરમિયાન પોલીસે બળજબરીથી પૂજા કરવા જઈ રહેલા સાતની અટકાયત કરી છે. પ્રભારી નિરીક્ષક ગોવિંદનગર દેવપાલ સિંહ પુંડીરે કહ્યુ છે કે જે પરંપરાગત પૂજા કરવા આવતા હતા, જે સ્થાનિક હતી અને પહેલેથી કરતી રહી છે, તેવી 24 મહિલાઓએ સવારે 5.05 વાગ્યાથી 5.14 વાગ્યા સુધી કરી. આ સિવાય વગર મંજૂરીએ પૂજા કરવા આવેલા દિનેશ શર્મા, આશુતોષ પાંડયે વગેરેએ ઘોષણા કરી રાખી છે, તે આવ્યાહતા, આવા સાત લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આના પહેલા મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્માએ 11 લોકોની સાથે પોતાના લોહીથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો હતો. તેમાં કૃષ્ણ કૂપની પૂજાના અધિકારની માગણી કરવામાં આવી હતી. દિનેશન શર્માએ સોશયલ મીડિયા સાઈટ દ્વારા પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ કૃષ્ણ કૂપની પૂજાનો અધિકાર માંગ્યો હતો