આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ભયંકર માર્ગ અકસ્માતમાં 7 ના મોત,45 ઘાયલ
- આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં માર્ગ અકસ્માત
- બસ ખીણમાં પડતા 7 લોકોના થયા મોત
- ઘટનાને પગલે 45 મુસાફરો થયા ઘાયલ
અમરાવતી :આંધ્રપ્રદેશના ચિત્તૂર વિસ્તારમાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.અકસ્માતમાં બસ ખીણમાં પડી જતાં 7 લોકોના મોત થયા હતા જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા હતા.આ સિવાય ઘણા લોકોની હાલત નાજુક જણાવાઈ રહી છે.આ અકસ્માત તિરુપતિથી 25 કિમી દૂર બાકપેટા ખાતે થયો હતો.
ઘાયલોને તિરુપતિની રૂયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.તિરુપતિના SPએ જણાવ્યું કે ડ્રાઈવરની બેદરકારીના કારણે આ દુર્ઘટના થઈ છે.
ચંદ્રગિરી પોલીસના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે, શનિવારે અનંતપુર જિલ્લાના ધર્માવરમથી એક ખાનગી બસ તિરુપતિ જવા રવાના થઈ હતી.ટર્ન ક્રોસ કરતી વખતે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ નીચે ખાડામાં પડી હતી.રાત્રિના સમયે અંધારપટના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી હતી.જોકે, રવિવારે વહેલી સવાર સુધીમાં બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.