જમ્મુ-કાશ્મીરના જોજિલા હાઈવે પાસે ખીણમાં ખાબકી કાર, 7 લોકોના મોતની આશંકાઓ
- જમ્મુ કાશ્મીરના હાઈવે પણ ખીણમાં ખાબકી કાર
- 7 લોકોનાના મોતનું અનુમાન
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જેના રસ્તાઓ ખીણમાંથી પસાર તાય છે ત્યારે આવા માર્ગો પર અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતાઓ વધુ હોય છે,ત્યારે આજરોજ પણ એક મોટો માર્ગ અકસ્માત થયો છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ઝોજિલા પાસ પાસે એક મોટી દુર્ઘટનામાં કાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી પડી હતી. જાણકારી પ્રમાણે આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાની આશંકા છે. તે જ સમયે, એક વ્યક્તિ ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ અકસ્માત શ્રીનગર-લદ્દાખ હાઈવે પર થયો હતો. આ કાર કારગીરથી સોનમર્ગ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક કાર સ્લીપ થઈ ગઈ અને 500-600 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ.
જમ્મુ અને કાશ્મીરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી આ અકસ્માત અંગે જે માહીતી મળી છે તે પ્રમાણે ઝોજિલા પાસ પર એક વાહન રસ્તા પરથી લપસીને ઊંંડી ખીણમાં પડી જતાં લગભગ 7 લોકોના મોત થયાની આશંકાઓ સેવાઈ રહી છે. માહિતી મળ્યા બાદ સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
જોકે આ ઘટનાને પગલે પોલીસનું કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કારમાં કેટલા લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતા જ વહીવટીતંત્ર, પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.હાલ માત્ર 7 લોકોના મોતની શક્યતાઓ સેવાઈ રહી છે.