બેંગલુરુઃ- તાજેતરમાં બેંગલુરના બાયોલોઝિક પાર્કથી ેક સાથે 7 દિપડાઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે આ પાર્કમાં વાયરસ ફેલવાની ઘટનામાં 7 દિપડાઓએ જીવ ગુમાવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બેંગલુરુના બેનરઘટ્ટા બાયોલોજિકલ પાર્કમાં દીપડાના સાત બચ્ચા અત્યંત ચેપી વાયરસનો ચેપ લાગવાથી મૃત્યુ પામ્યા છે. આ વાયરસનું નામ છે ફેલાઈન પરવોવાઈરસ છે.
ફેલાઇન પાર્વોવાયરસ એ એક વાયરલ રોગ છે જે સામાન્ય રીતે બિલાડીઓમાં જોવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટના રોજ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. સાત બચ્ચાની ઉંમર ત્રણથી આઠ મહિનાની વચ્ચે હતી. તમામના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાની માબહિતી આપવામાં આવી છે.
બન્નરઘટ્ટા બાયોલોજિકલ પાર્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ જણાવ્યું હતું કે રસી લગાવ્યા પછી પણ તેમને આ ચેપ લાગ્યો હતો. તેમણે કહ્યું કે પાર્કમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે. છેલ્લા 15 દિવસમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી. તેમણે કહ્યું કે અમે સંક્રમણની સાંકળને સંપૂર્ણપણે તોડી નાખી છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
આ સહીચ જણાવવામાં આવી રહ્યું છે કે ચેપનો પહેલો કેસ 22 ઓગસ્ટે નોંધાયો હતો. આ પછી, આ સાત વાયરસથી સંક્રમિત બચ્ચા 15 દિવસમાં મૃત્યુ પામ્યા. તેમણે કહ્યું કે અમે સફારી વિસ્તારમાં દીપડાના નવ બચ્ચા છોડ્યા હતા, જેમાંથી ચારને ચેપ લાગ્યો હતો અને મૃત્યુ પામ્યા હતા. અન્ય ત્રણ બચ્ચા બચાવ કેન્દ્રમાં હતા, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.