Site icon Revoi.in

મોદી કેબિનેટના આ 7 એવા મંત્રીઓ કે જેમને મળ્યું પ્રમોશનઃ મનસુખ માંડવિયા સહીત અનુરાગ સિંહ ઠાકુરનો સમાવેશ

Social Share

 

દિલ્હીઃ- દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને બુધવારની સાંજે કેબિનટનું સૌથી મોટુ વિસ્તરણ કર્યું હતું, જેમાં 43 મંત્રીઓ એ શપથ ગ્રહણ કર્યા હતા,તેમાંથી 36 નવા ચહેરાઓ સામે આવ્યા છે. તો આ સમગ્ર લીસ્ટમાં 7 મંત્રીઓ એવા છે કે જેમને પ્રમોશન આપવામાં આવ્યું છે, આ સાત મંત્રીઓની જો વાત કરવામાં આવે તો, હરદિપ સિંહ પુરી, કિરણ રિજ્જુ, મનસુખ માંડવિયા, અનુરાગ સિંહ ઠાકુર, જી કિશન રેડ્ડી, પુરષોત્તમ રુપાલા સહીત રાજકુમાર સિંહના નામોનો સમાવેશ થાય છે.

કિરણ રિજીજૂઃ- કે જેમણે રમત મંત્રાલયમાં એક યુવા મંત્રી તરીકે પોતાની છાપ બનાવી છે, રમતગમત સંગઠનો અને એસોસિએશનોને વધુ શક્તિ આપીને પીએમના ખેલો ઈન્ડિયા મિશનને આગળ ધપાવાનું  કામ કર્યું. કોરોના સમયગાળા દરમિયાન ઓલિમ્પિક માટેની તૈયારી પણ પ્રમોશનનું કારણ જાણી શકાય  છે.

અનુરાગ ઠાકોરઃ- નાણાં રાજ્યમંત્રી તરીકે, આપણા કેબિનેટ પ્રધાન નિર્મલા સીતારમણની છાયા બનીને, તેમણે હિન્દીભાષી લોકો સુધી મંત્રાલયની યોજનાઓ પહોંચાડવાનું કામ કર્યું.

રાજકુમાર સિહંઃ- વહીવટી અનુભવ સાથે, ઉર્જા મંત્રાલયમાં રાજ્ય પ્રધાનની શ્રેષ્ઠ ભૂમિકા ભજવનારા રાજકુમારસિંહે અનેક નવીન યોજનાઓને આકાર આપ્યો છે. જો કે, તેમને કેબિનેટનો દરજ્જો મેળવવા માટે લાંબી રાહ જોવી પડી ત્યાર બાદ આ સ્થાન મળ્યું છે..

 

હરદિપ સિંહ પુરીઃ- કોરોના સમયગાળા દરમિયાન, વંદે ભારત યોજના અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે ખાસ હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરી વિકાસ પ્રધાન તરીકે તેમણે દિલ્હીની અનિયમિત કોલોનીઓને કાયદેસર બનાવવાનું કામ કર્યું હતું.

 

મનસુખ માંડવિયાઃ- મૂળ ગુજરાતથી આવતા મનસુખ ખાતર અને રસાયણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહ્યા હતા. તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમણે દેશભરમાં 5 હજાર 100 જનૌષધિ કેન્દ્રો ખોલ્યા અને 850 દવાઓ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવી. પોષણક્ષમ ભાવે હાર્ટ સ્ટેન્ટ્સ અને ઘૂંટણની ફેરબદલના ઉપકરણો સસ્તા ભાવે  પ્રદાન કરવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે

પુરુશોત્તમ રુપાલાઃ- રાજ્યસભાના સભ્ય રૂપાલા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. ખેડૂત કલ્યાણ ક્ષેત્રે રૂપાલાએ સીધા ખેડૂતો સુધી પહોંચવામાં સરકારની ભૂમિકા નિભાવી હતી. તેમના આ સફળ કાર્યોને  કારણે તેમને પ્રમોશન મળ્યું, તેની વિલક્ષણ અને લાક્ષણિક શૈલીમાં વાત કરવામાં કુશળ રૂપાલા ગામલોકોમાં લોકપ્રિય છે.

જી કિશન રેડ્ડીઃ- ગૃહ મંત્રાલયમાં અમિત શાહના શાસન હેઠળ રેડ્ડીએ પોતાને સારી રીતે તૈયાર કર્યા છે. આ જ કારણ છે કે આવા મહત્વપૂર્ણ મંત્રાલયમાં શાહની ગેરહાજરીમાં તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવી હતી તે તેમણે સારી રીતે નિભાવી હતી. સંસદમાં અમિત શાહ ઘણી વાર તેમની પાસેથી મંત્રાલયના પ્રશ્નોના જવાબો મેળવતા રહે છે.