- ચારધામ યાત્રામાં 24 કલાકમાં 7નામોત
- અત્યાર સુધી કુલ 56 લોકોએ જીવ ગુમાવ્યા
દેહરાદૂનઃ- ચારધામ યાત્રામાં મોટી સ્ખાયામાં યાત્રીઓ આવી રહ્યા છએ આવી સ્તિથિમાં અત્યાર સુધી 56 લોકોએ આ યાત્રા દરમિયાન જીવ ગુમાવ્યા છે. ડાણકારી પ્રમાણે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુલ 7 લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે.
વિતેલા દિવસને શુક્રવારે બદ્રીનાથ ધામના દર્શન કરીને જોશીમઠ પરત ફરેલા યાત્રીનું મોત થયું હતું ,બીજા યાત્રઈની વાત કરીએ તો ગુજરાતની રહેવાસી મહિલા તીર્થયાત્રી ની તબિયત લથડી હતી. સંબંધીઓ તેને પીએચસીમાં લઈ ગયા, પરંતુ તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. સીએમઓ ડો.એસપી કુદિયાલે જણાવ્યું હતું કે, બંનેનું હૃદય બંધ થવાને કારણે મૃત્યુ થવાની સંભાવના છે.
બીજી તરફ કેદારનાથમાં હાર્ટ એટેકથી બે મુસાફરોના મોત થયા છે.. કેદારનાથ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ 23 મુસાફરોના મોત થયા છે, જેમાંથી 22ને હાર્ટ એટેક આવ્યો હોવાની માહીતી છે. આ સિવાય ઋષિકેશમાં અલગ-અલગ પ્રાંતના ત્રણ તીર્થયાત્રીઓના મોત થયા છે.
જેમાં ચારધામ યાત્રાથી પરત ફરેલા ઉત્તર પ્રદેશના ગોરખપુરના રહેવાસીની હાલત મુનીકીરેતીમાં ગંગામાં સ્નાન કર્યા બાદ બગડી હતી. તે જ સમયે, મધ્યપ્રદેશથી આવેલા 22 મુસાફરોની ટીમમાં મહિલાની હાલત ખરાબ થઈ ગઈ હતી. બંનેને SPS હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સાત લોકોના મોત સહીત હવે કુલ આંકડો 56 પર પહોંચી ચૂક્યો છે જેમાં મોટા ભાગના લોકોને હાર્ટ એટેક આવ્યું હોવાની માહિતી છે.