અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીથી 7 સિનિયિર સિટિઝન મુસાફર ફ્લાઈટ ચુક્યાં
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ ઉપરથી એક જ દિવસમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુસાફરી કર્યાનો રેકોર્ડ તાજેતરમાં નોંધાયો હતો. દરમિયાન હવે એરપોર્ટ તંત્રની બેદરકારી સામે આવી છે. એરપોર્ટ ઓથોરિટીના કારણે એક-બે નહીં પરંતુ સાત જેટલા સિનિયર સિટીઝન અમેરિકાની ફલાઈટ ચુક્યાં હોવાનો આક્ષેપ કરાયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદથી મુંબઈ થઈને અમેરિકા જવા માટે સાત મુસાફરો એરપોર્ટ આવ્યાં હતા. જો કે, એરપોર્ટ સ્ટાફે તેમને ગેરમાર્ગે દોર્યાં હતા. એટલું જ નહીં સ્ટાફે સિનિયર સિટીજન પ્રવાસીઓને વ્હીલચેર પણ આપવામાં આવી ન હતી. તેમજ સામાન સાથે પગપાળા જવા સિનિયર સિટીઝન મજબુર બન્યાં હતા. એરપોર્ટ સ્ટાફના કારણે મુસાફરો રઝળી પડ્યાં હતા. તેમજ તેઓ પોતાની ફ્લાઈટ પણ ચુક્યાં હતા. એરપોર્ટ સ્ટાફની બેદરકારીને પગલે મુસાફરોમાં રોષ ફેલાયો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ ઉપર અગાઉ બર્ડહિટની ઘટના સામે આવતી હતી. જો કે, તંત્ર દ્વાર બર્ડહિટની ઘટનાઓ ઘટકાવવા માટે પગલા લેવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.